ગુજરાત

gujarat

GPSSB Junior Clerk Paper Leaked: જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે વિપક્ષના આકરા પ્રહાર

By

Published : Jan 29, 2023, 1:04 PM IST

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર સવાલો ઉભા કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે.

Opposition slams junior clerk's paper leak
Opposition slams junior clerk's paper leak

પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા

અમદાવાદ:જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર સવાલો ઉભા કર્યા છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે.

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના

નેતા વિપક્ષના પ્રહાર:ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાનું પરંપરા રહી છે. એક-બે વાર નહિ 20 કરતા વધારે વખત પેપર ફોડ્યા. આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી અને યુવાનોની સાથે મળી સંઘર્ષ કર્યો. જ્યારે ચુંટણી આવી હતી ત્યારે પણ વારંવાર કહ્યું હતું કે આ પેપરફોડ સરકારને ઘરભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો. પણ ગુજરાતના યુવાનો નરેન્દ્રભાઇ મોદી, અમિત શાહની વાતોમાં આવી ગયા. બહુમતી આવી અને હવે ભુપેન્દ્રભાઈની ભાજપ સરકારને ૧૫૬નું અભિમાન આવી ગયું.

આ પણ વાંચોJunior clerk exam paper leak: વડોદરા એપી સેન્ટર, કોચિંગ ક્લાસમાં તપાસ કરતી પેપર મળ્યા

પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર: જે પરીક્ષા જુનિયર ક્લાર્કની આજે યોજાવાની હતી તેમાં લગભગ 10 લાખ ગુજરાતના યુવાનો પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યાં ફરી પેપર ફૂટ્યું ત્યારે આનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. જેની પાસે પૈસા હોય, લાગવગ હોય તેને જ ગુજરાતમાં નોકરી મળે, સામાન્ય ગુજરાતીના દીકરા-દીકરીઓને નોકરી ન મળે તેવું આ ભાજપ સરકારમાં છેલ્લા 25 થી વધુ વર્ષથી ચાલે છે. મારી ગુજરાતના યુવાનોને વિનંતી છે કે આવો, ફરી એક વાર કોંગ્રેસ તમારી માટે લડવા માંગે છે, સાથે મળીને લડીએ.

આ પણ વાંચોJunior Clerk Exam Paper Leaked: પેપર રદ્દ થતા ઉમેદવારોનો આક્રોશ સાતમા આસમાને

ઈસુદાન ગઢવીના વેધક સવાલ: પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગજબ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમનાં માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારીને 156 સીટો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું.

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર સવાલો ઉભા કર્યા

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના આકરા સવાલ:કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે આ પહેલીવાર નથી અત્યાર સુધીમાં 22 વાર પેપર લીક થઇ ચૂક્યું છે. સરકારની આ તો કેવી વ્યવસ્થા કે દર વખતે પેપર લીક થઈ જાય. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ ઘટનાઓ સામાન્ય નથી. વારંવાર પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓને ખુબ સમસયાનો સામનો કરવો પડે છે. સરકાર અહંકારમાં આવી ગઈ છે તેથી આવી ઘટનાઓ વારંવાર બને છે.

ABOUT THE AUTHOR

...view details