ગુજરાત

gujarat

2018ના વિવાદાસ્પદ GRની વહેલી સુનાવણીની માંગ સાથે GPSCએ હાઈકોર્ટમાં અરજી

By

Published : Jul 18, 2020, 10:57 PM IST

Updated : Jul 19, 2020, 3:01 PM IST

વર્ષ 2019 પોલીસ લૉકરક્ષક દળની ભરતીમાં GADના (સામાન્ય વહીવટી વિભાગ) 1લી ઓગસ્ટ, 2018ના ઠરાવને લીધે જે અનામતનો વિવાદ સર્જાયો હતો, એ ઠરાવના વિવાદની વહેલા નિકાલ લાવવાની માગ સાથે GPSCએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

2018ના વિવાદાસ્પદ GADની વહેલી સુનાવણીની માગ સાથે GPSCએ હાઈકોર્ટમાં અરજી
2018ના વિવાદાસ્પદ GADની વહેલી સુનાવણીની માગ સાથે GPSCએ હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ: હાઈકોર્ટમાં GPSC તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકારના 1લી ઓગસ્ટ, 2018ના ઠરાવને લીધે 3995 પોસ્ટના પરિણામ પેન્ડિંગ છે. રાજ્યમાં આશરે 1.66 લાખ ઉમેદવારો વિવિધ પોસ્ટ હેઠળ લેવાયેલી પરીક્ષાઓની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ ઠરાવને લગતા વિવાદનો અંત લાવવા GPSC દ્વારા આ અરજી કરવામાં આવી છે. આ વિવાદાસ્પદ ઠરાવને લીધે છેલ્લા 6 મહિનાથી GPSCની કોઈપણ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.

શું છે સમગ્ર વિવાદ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના 1લી ઓગસ્ટ, 2018ના ઠરાવને સૌપ્રથમ પોલીસ ભરતીમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં ઠરાવમાં ફેરફાર કરી અનામત વર્ગની મહિલા ઉમેદવારોને પણ જનરલ કેટેગરીમાં તક આપવાની માગ કરી હતી. આ અરજીની સામે 254 બિન-અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ 2018ના વિવાદાસ્પદ ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાની અરજી કરો હતી. હાઈકોર્ટમાં હાલ બન્ને અરજી પેન્ડિંગ છે. જેની વહેલી સુનાવણી માટે GPSC દ્વારા અરજી કરવામાં આવી છે.

પોલીસ ભરતીમાં ઠરાવને લીધે થયેલા વિવાદને ડામવા માટે ગૃહ ખાતા દ્વારા વધુ 2485 બેઠકો ઉમેરાઈ હતી. જેથી કરીને કોઈપણ વર્ગને અન્યાય ન થાય. જો કે, આ ઠરાવનો વિવાદ હજૂ પણ પેન્ડિંગ છે અને જે કારણે લીધે GPSCની કલાસ 1 અને 2ની ભરતીના પરિણામ હજૂ પેન્ડિગ પડ્યા છે. સામાન્ય રીતે પ્રિલીમસ પરીક્ષાના પરિણામ બે મહિનામાં અને મેઈન પરીક્ષાના પરિણામ 4 મહિનામાં GPSC દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે.

Last Updated : Jul 19, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details