ગુજરાત

gujarat

ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીની દસમી યાદી કરી જાહેર

By

Published : Nov 6, 2022, 3:31 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) તારીખ જાહેર થતા જ આદમી પાર્ટી પોતાના અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે આજે વધુ એક દસમી યાદી આજે જાહેર કરવામાં આવી છે જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા 139 વિધાનસભામાં બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીની દસમી યાદી કરી જાહેર
ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીની દસમી યાદી કરી જાહેર

અમદાવાદ:ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખ જાહેર થતા જ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. કોગ્રેસ દ્વારા પણ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી હજુ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. આજે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીની દસમી યાદી કરી જાહેર

વાવથી ડોકટર ભીમ પટેલ ઉમેદવાર: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ દસમું લિસ્ટ જાહેર (Tenth list of Aam Aadmi Party announced) કર્યું હતું. જેમાં વાવ વિધાનસભા બેઠક પરથી ડોક્ટર ભીમ પટેલ, ઠક્કરબાપાનગર થી સંજય મોરી, બાપુનગરથી રાજેશ દીક્ષિત, દસકોઈથી કીરણ પટેલ, ધોળકા થી જાતુબા ગોલ, ધાંગધ્રા થી વાઘજી પટેલ, વિરમગામ થી કુંવરજી ઠાકોર, માણાવદર થી કરસન બાપુ ભદ્રકા, ધારી થી કાંતિ સતાસિયા અને સાવરકુંડલા થી ભરત નાયક ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

સુરત વેસ્ટથી મોકકેશ સંઘવી જાહેર: આ ઉપરાંત મહુવા (અમરેલી) થી અશોક જોલીય, તળાજા થી લાલુબેન ચૌહાણ, ગઢડા થી રમેશ પરમાર, ખંભાત થી ભરતસિંહ ચાવડા, સોજીત્રા થી મનુભાઈ ઠાકોર, લીમખેડા થી નરેશ બારીયા, પાદરાથી જયદીપસિંહ ચૌહાણ, વાગરા થી જયરાજસિંહ, અંકલેશ્વર થી અંકુર પટેલ માંગરોળ (બારડોલી) થી સ્નેહલ વસાવા, અને સુરત વેસ્ટથી મોકકેશ સંઘવી જાહેર કરવામાં આવ્યા છે.

પીઢ નેતાની આમ આદમી પાર્ટીને જરૂર: ભાજપના છેલ્લા ઘણા સમયથી દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા જયનારાયણ વ્યાસ (Jayanarayan Vyas) છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આ જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા (Gopal Italia Aam Aadmi Party) દ્વારા જય નારાયણ વ્યાસને આમ આદમી પાર્ટીમાં જોડાવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે, જય નારાયણ વ્યાસએ રાજકારણના પીઢ નેતા તરીકે ઓળખાય છે. આમ આદમી પાર્ટીમાં જોડાવાથી તેમનો અનુભવ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમને અગાઉ પણ શીતપુર પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા માટે પણ અનેક પ્રશ્નો હલ કર્યા છે. જેથી આવા પીઢ નેતાની આમ આદમી પાર્ટીને જરૂર છે.

આપના મુખ્યપ્રધાનનો ચહેરો ઈશુદાન ગઢવી: ગઈકાલે જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાની પાર્ટી તરફથી મુખ્યપ્રધાન તેનું નામ ઈશુદાન ગઢવી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજકીય પાર્ટી દ્વારા જનતાના મત થકી મુખ્યપ્રધાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઈશુદાન ગઢવીને કુલ સમગ્ર ગુજરાતમાંથી 16 લાખથી પણ વધુ લોકોએ મત આપ્યો હતો જેમાં 73 ટકા મત ઈશુદાન ગઢવીના મળ્યા હતા જેથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કાલ આમ આદમી પાર્ટી તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મુખ્યપ્રધાન ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details