ગુજરાત

gujarat

નશો કરનારાને માત્ર 10 મિનિટમાં પકડી પાડતી ડિવાઇસ શહેર પોલીસને મળી

By

Published : Dec 31, 2022, 7:17 PM IST

ડ્રગ્સના નશો કરનારા લોકોને ઝડપી પાડવા માટે પોલીસે એક ખાસ પ્રકારનું ડિવાઈસ વિકસાવ્યું (Drugs Analytical Test New Device) છે. જેના થકી ડ્રગ્સનું સેવન કર્યું હશે, તો તેનો 5 મિનિટમાં રિપોર્ટ પરથી ખ્યાલ આવી જશે. આ કીટનો ઉપયોગ 31st ડિસેમ્બરના દિવસે કરવામાં (drugs testing kit for 31st december) આવશે.

Drugs Analytical Test New Device
Drugs Analytical Test New Device

10 મિનિટમાં પકડી પાડતી ડિવાઇસ શહેર પોલીસને મળી

અમદાવાદ: અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી (Drugs Analytical Test New Device) છે. જેના આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સના ટેસ્ટિંગની કીટ (Drugs Analytical Test New Device) અમદાવાદ એસઓજી ક્રાઇમ (ahmedabad sog crime) પાસે આવી જતા તેનો 31મી ડિસેમ્બરની રાત્રે જ ઉપયોગ (drugs testing kit for 31st december) કરાશે.

ડ્રગ્સ એનલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ

ડ્રગ્સ ટેસ્ટિંગ એનાલાઈઝર:10 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સનો નશો કર્યો છે કે નહીં. બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં પણ આવે છે. આ કિટની જો કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા અંદાજે 14.50 લાખ રૂપિયા છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કીટ (Drugs Analytical Test New Device) છે.

તંત્ર નશાખોરોને લઈને સતર્ક

શું કહ્યું ગૃહરાજ્ય પ્રધાને?: રાજ્યના લોકોને નવા વર્ષની શુભેચ્છા આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નાબૂદી માટે સરકાર અને પોલીસે સતત પ્રયત્નશીલ છે. નવા વર્ષના ઉપલક્ષમાં કોઈ ડ્રગ્સનું સેવન નહીં કરે આ માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. આ માટે દરેક શહેરમાં ડ્રગ્સ એનેલાઇઝર મશીન થકી ચકાસણી પણ કરવામાં આવશે.

નશો કરનારની ખેર નહિ:અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રયોગિક ધોરણે ડ્રગ્સ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે 31મીની રાત્રે ડ્રગ્સનો નશો કરનારને ચેક કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ કામગીરી થકી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવામાં પોલીસને સરળતા રહેશે અને ડ્રગ્સ વેચનાર સુધી પોલીસ પહોંચી (Drugs Analytical Test New Device) શકશે.

આ પણ વાંચોઆવતીકાલથી નવા વર્ષ 2023ની શરૂઆત, આ નિયમો લાગુ થશે

કેવી રીતે કરાશે ટેસ્ટિંગ?:ડ્રગ્સનો નશો કરનાર શખ્સની લાળ અને યુરિનના સેમ્પલ લેવામાં આવશે. જો આ કિટની વાત કરીએ તો તેમાં છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળી જશે. શંકાસ્પદ વ્યક્તિના મોઢામાં પાંચ મિનીટ માટે નોઝલ રાખવામાં આવે છે. અને મોંઢામાંથી લાળનું સેમ્પલ લેવાય છે. સેમ્પલ લીધા બાદ તે નોઝલને મશીનમાં મૂકયા બાદ પાંચેક મિનીટનો સમય લાગે છે. પાંચ મિનીટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે (Drugs Analytical Test New Device) છે.

આ પણ વાંચોનવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ, દુધની ખરીદ કિંમતમાં વધારો

6 પ્રકારના ડ્રગ્સની કરી શકાશે તપાસ: 6 પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહિ તેનો રિપોર્ટ આવે છે જેમાં ચરસ, ગાંજો, MD, હેરોઇન, હશીશ અને કફ સીરપ..આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે. ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે અને બાદમાં ડ્રગ્સ ક્યાંથી લવાયું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર તપાસ થાય છે.

ABOUT THE AUTHOR

...view details