ગુજરાત

gujarat

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ધરપકડ બાદ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

By

Published : Jan 20, 2020, 7:50 PM IST

અમદાવાદ: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ બાદ સોમવારે હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

hardik
હાર્દિક

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 રાજદ્રોહ કેસની ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવા બદલ હાર્દિક પટેલ વતી દાખલ કરાયેલી એક્ઝેમશન એપ્લિકેશનનો અસ્વીકાર કરતા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ શનિવારે બિન જામીનપાત્ર વોરંટ કાઢયું હતું. કોર્ટ દ્વારા જારી કરેલા બિન જામીનપાત્ર વોરંટના આધારે પોલીસે હાર્દિક પટેલની વિરમગામના હાંસલપુર પાસેથી ધરપકડ કરી હતી.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ધરપકડ બાદ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

ટ્રાયલ કોર્ટમાં હાજર ન રહેવા બદલ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાર્દિક પટેલ સામાજિક કામથી બહાર હોવાથી મુદત દરમિયાન હાજર થઈ શકશે નહીં. જો કે, કોર્ટે અરજીને ફગાવી દીધી હતી.

નોંધનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ જે હિંસાની ઘટનાઓ બની હતી. તેમાં સરકારી સંપત્તિ થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ દિનેશ બામણીયા સહિત કેટલાક પાટીદાર બંધુઓ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો.

Intro:કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલની પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ બાદ સોમવારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Body:વર્ષ 2015 રાજદ્રોહ કેસની ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવા બદલ હાર્દિક પટેલ વતી દાખલ કરાયેલી એક્ઝેમશન એપ્લિકેશનનો અસ્વીકાર કરતા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ શનિવારે બિનજામીનપાત્ર વોરંટ કાઢયું હતું. કોર્ટ દ્વારા જારી કરેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે પોલીસે હાર્દિક પટેલની વિરમગામના હાંસલપુર પાસેથી ધરપકડ કરી હતી.

ટ્રાયલ કોર્ટમાં હાજર ન રહેવા બદલ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતીકે હાર્દિક પટેલ સામાજિક કામથી બહાર હોવાથી મુદત દરમિયાન હાજર થઈ શકશે નહિ જોકે કોર્ટે અરજીને ફગાવી દીધી હતી...


Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ જૈ હિંસાની ઘટનાઓ બની હતી. તેમાં સરકારી સંપત્તિ થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ દિનેશ બામણીયા સહિત કેટલાક પાટીદાર બંધુઓ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details