ગુજરાત

gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા SIRની મુલાકાતે, એક્ટિવેશન એરિયામાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 7:45 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્‍વેસ્ટ્મેન્‍ટ રિજિયનની મુલાકાત લીધી હતી. દરમિયાન નિર્માણાધિન ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર વર્ક અને અન્ય પ્રોજેક્ટ્સની ગતિવિધિઓ પ્રત્યક્ષ નિહાળી હતી.

ધોલેરા સ્પેશિયલ ઇન્‍વેસ્ટ્મેન્‍ટ રિજિયન
ધોલેરા સ્પેશિયલ ઇન્‍વેસ્ટ્મેન્‍ટ રિજિયન

ધોલેરા:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRની સ્થળ મુલાકાત લીધી હતી. જ્યાં ફેઝ-1ના 22.54 કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ફેઝ-1નું 95 ટકાથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ધોલેરા ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા સજ્જ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેઝ-1 એક્ટીવેશન એરિયાની મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા કરી હતી.

ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા કરી

22 ગામોને આવરી લેવાયા:ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 22 ગામોને અને 920 ચો.કિમીના વિસ્તારને આવરી લેવાયા છે. એટલું જ નહીં, આ વેલ પ્લાન્‍ડ સિટીમાં વર્લ્ડ ક્લાસ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. ડેડીકેટેડ અંડર ગ્રાઉન્ડ સર્વિસ કોરીડોર સાથે 72 કિલોમીટરનું મજબૂત ઇન્ટર્નલ રોડ નેટવર્ક 150 MLD પાણી પુરવઠો જેવી સગવડ સાથે સ્કિલ્ડ અને સેમી સ્કીલ્ડ મળી વિશાળ રોજગારીની તકો ઊભી કરવામાં પણ આ સ્માર્ટ્સિટી મદદરૂપ બનશે.

પ્રેઝન્ટેશન અને ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું કે, ધોલેરા અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ લેન્ડ પાર્સલ સાથે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, એન્જિનિયરિંગ, ઓટો એન્ડ ઓટો એન્સિલરીઝ, ફાર્માસ્યુટિકલ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, રેન્યુએબલ એનર્જી તથા આઇ.ટી. અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના ઉદ્યોગો માટે પણ સાનુકૂળ લોકેશન છે.

ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતના આપેલા આહ્વાનમાં ધોલેરા SIR વિશ્વ કક્ષાના ઉદ્યોગોની પ્રેઝન્સ સાથે ઝડપથી સજ્જ બને તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધોલેરા વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના ક્લસ્ટર વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બન્યું છે અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પ્રોજેક્ટ સાકાર કરવામાં ઇનિશ્યેટીવ લઈ રહ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

  1. ગાંધીનગર, સુરત અને વડોદરાને વિવિધ વિકાસકાર્યો માટે નાણાંની ફાળવણી
  2. અમદાવાદ ડિવિઝનના ડૉ. જીનીયા ગુપ્તાનું અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માન કરાશ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details