ગુજરાત

gujarat

Ahmedabad crime news: ચાંગોદરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગના દરોડા, 20 કરોડની કિંમતની નશીલી દવાઓ ઝડપાઈ

By

Published : Apr 23, 2023, 5:47 PM IST

Updated : Apr 23, 2023, 6:29 PM IST

અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા દરોડા પાડીને પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 6 મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા કરવામાં આવેલા પ્રતિબંધિત દવાઓના કેસ મામલે વધુ તપાસમાં ચાંગોદરમાં પણ મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓ હોવાની માહિતી મળતા દરોડા પાડી 20 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી એક કરોડથી વધુ ટેબલેટનો જથ્થો કબ્જે કરાયો છે.

central-bureau-of-narcotics-raids-in-changodar-drugs-worth-rs-20-crore-seized
central-bureau-of-narcotics-raids-in-changodar-drugs-worth-rs-20-crore-seized

ચાંગોદરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગના દરોડા

અમદાવાદ:સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા નવેમ્બર 2022 માં દિલ્હીમાં અને માર્ચ 2023માં રાજસ્થાનમાં નશીલી દવાઓને બજારમાં જતી અટકાવવા માટે દરોડા પાડીને 5 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે બંને કેસની તપાસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમને જાણ થઈ કે મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓનો જથ્થો ચાંગોદરમાં આવવાની છે. જે બાબતે તપાસ કરતા ચાંગોદરના પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક પાર્કમાં પહોંચી હતી.

20 કરોડની કિંમતની નશીલી દવાઓ ઝડપાઈ

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગના દરોડા:સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમને જાણ થઈ હતી કે એક કરોડ જેટલી ટેલબેટનો જથ્થો ચાંગોદરમાં પહોંચી ચુક્યો છે અને દવાઓ WE CARE HEALTHCARE કંપનીના માલિકે મંગાવી છે. જોકે આ મામલે ચાંગોદરમાં દરોડા પાડીને વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે દવાઓ મંગાવનાર આ કંપનીનો માલિક છત્તીસગઢ પોલીસ દ્વારા એક કેસમાં પકડાયો હોવાથી રાયપુર જેલમાં કેદ છે. તેમજ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર જે મહેસાણાનો છે તે પણ ફરાર છે.

'અગાઉ કરવામાં આવેલા બે કેસની તપાસમાં આ જગ્યાએ દવાઓનો જથ્થો આવવાનો હોવાની માહિતી મળતા તેના આધારે દરોડા પાડીને એક કરોડથી વધુ ટેબલેટ કબજે કરવામાં આવી છે. જેની બજાર કિંમત 20 કરોડથી વધુ છે. આ મામલે મુખ્ય આરોપી હાલ અન્ય કેસમાં જેલમાં હોય અન્ય આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.'-એસ.પી સિંઘ, સુપ્રિટેન્ડેન્ટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ

20 કરોડની નશીલી દવાઓ ઝડપાઈ:આ મામલે કબ્જે કરાયેલી દવાની વાત કરીએ તો તે પેઈન કિલર અને ઊંઘ માટે વપરાતી પ્રતિબંધિત દવાઓ છે. જેનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો. Psychotropic ડ્રગની Alprazolam નામની 44 લાખ 55 હજાર 600 ટેબલેટ મળી છે, જ્યારે Tramadol નામની 57 લાખ 87 હજાર 52 જેટલી કેપ્સુલ મળી છે. એમ કુલ મળીને 1 કરોડ 2 લાખ 42 હજાર 652 જેટલી કેપ્સુલ કબ્જે કરાઈ છે. જેની બજાર કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આરોપી દ્વારા આ દવાઓ મહેસાણાથી અલગ અલગ રાજ્યોમાં મોકલાતો હતો. હાલ તો આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચોછીરીમાં બંગાળી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, ઓળખીતાઓ જ નીકળ્યા કાવતરાખોર

આ પણ વાંચોKUTCH: જખૌના દરિયા કાંઠા પર આવેલા ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળ્યા

Last Updated : Apr 23, 2023, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details