અમદાવાદ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ભાઈ એ ભાઈની હત્યા (Brother killed Brother )કરી હોવાની ઘટના (Ahmedabad Crime News ) બની છે. ઘરમાં મોટા ભાઈને તેની પત્ની વચ્ચે ચાલી રહેલા ઝગડાનું સમાધાન કરાવવા વચ્ચે પડેલા નાના ભાઈની મોટા ભાઈએ હત્યા કરી નાખી. મોટા ભાઈએ એક જ છરીનો ઘા મારતા નાના ભાઈનું મોત નીપજ્યું. જે બાદ આરોપી ફરાર (Accused of murder absconding )થઇ ગયો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધી (Kagdapith Police Lodge Complaint ) તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Murder Case in Rajkot : રાજકોટમાં લગ્ન કરવા બાબતે ભાઈએ ભાઈની કરી હત્યા
આવેશમાં આવીને છરીના એક જ ઘાએ કરી હત્યા કાગડાપીઠમાં આવેક કંટોડીયા વાસમાં એક જ મકાનમાં બે ભાઈઓ ઉપર નીચે રહેતા હતા. જેમાં ઘરના મોટા દીકરા વિપુલ ચુનારાને ગુરુવારે રાત્રે તેની પત્ની સાથે ઘરેલુ કંકાસ ચાલી રહ્યો હતો. ઘરમાં ચાલતા ઝઘડાને જોઈને નાના ભાઈથી રહેવાયુ નહીં. તે દરમિયાન જ મોટા દીકરા તથા વહુને ઝઘડામાંથી છોડાવવા પિતા ભીમસિંગભાઈ ચુનારા વચ્ચે પડ્યા હતા અને મોટા દીકરાને ઝઘડો ન કરવા સલાહ આપતા હતા. આ દરમિયાન આરોપીનો નાનો ભાઈ નીતિન ચુનારા પણ તેની પત્ની સાથે ત્યાં પહોંચ્યો હતો. તેણે પણ તેના ભાઈ અને ભાભીને ઝઘડો ન કરવા કહ્યું હતું. પરંતુ મોટો ભાઈ વિપુલ આવેશમાં આવી ગયો હતો અને તેણે તેના નાના ભાઈ નીતિનને છરીનો એક જ ઘા મારી દેતા તેનું મૃત્યુ (Brother killed Brother )નીપજ્યું હતું.