ગુજરાત

gujarat

ભાજપના કયા રાષ્ટ્રીય નેતા ક્યાં સભા ગજવશે જૂઓ

By

Published : Nov 30, 2022, 8:11 AM IST

રાજ્યમાં ભાજપ જીતે તે માટે સ્ટાર પ્રચારકો દિવસ રાત પાર્ટીના પ્રચારમાં વ્યસ્ત (Gujarat Election 2022) છે. વડાપ્રધાનથી લઈને કેન્દ્રિય ગૃહપ્રધાન રાજ્યભરમાં સભાઓ (BJP Star Campaigners Campaign) ગજવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર સ્ટાર પ્રચારકો પ્રચાર માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો અને સભાઓ કરશે.

ભાજપના કયા રાષ્ટ્રીય નેતા ક્યાં સભા ગજવશે જૂઓ
ભાજપના કયા રાષ્ટ્રીય નેતા ક્યાં સભા ગજવશે જૂઓ

અમદાવાદરાજ્યમાં આવતીકાલે (ગુરૂવારે) 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન થશે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. જોકે, આજે હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પ્રચાર કરશે. આ માટે તેઓ રાજ્યભરમાં સભાઓ તેમ જ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તો આવો જાણીએ કયા રાષ્ટ્રીય નેતા (BJP Star Campaigners Campaign) આજે ક્યાં હશે.

અમિત શાહના કાર્યક્રમકેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah Home Minister) રાજ્યમાં ત્રણ કાર્યક્રમ છે. તેઓ સવારે 11 વાગ્યે મહીસાગર જિલ્લામાં ઈરિગેશન ડિપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ખાતે સંતરામપુર વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ બપોરે 4 વાગ્યે અમદાવાદમાં અસારવા ખાતે આવેલા મોહન સિનેમાથી કલાપીનગર બસ સ્ટેન્ડ સુધી રોડ શૉ કરી અસારવા બેઠક માટે પ્રચાર કરશે. તેમ જ તેઓ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં ચંદ્રાસર ચોક ખાતે માણસા વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.

જે.પી. નડ્ડાના કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda BJP President) આજે રાજ્યભરમાં પ્રચાર કરશે. તેઓ અમદાવાદમાં જમાલપુર ખાડિયામાં રોડ શૉ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 3 વાગ્યે ખેડામાં રોડ શૉ કરશે. ઉપરાંત તેઓ રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં ઘાટલોડિયામાં આવેલા ફાઈવ પેટલ હોટલ ખાતે ડોક્ટર્સ સાથે સંવાદ કરશે.

રાજનાથ સિંહનું મિશન ગુજરાત દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh Defense Minister) પણ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ સવારે 10 વાગ્યે અમદાવાદમાં નારણપુરાના પારસનગર ખાતે ડોર ટૂ ડોર સંપર્ક કરશે. ત્યારબાદ તેઓ બપોરે 3 વાગ્યે મહીસાગર જિલ્લામાં બાલાસિનોરના સેવાલિયા રોડ ખાતે આવેલા શ્રીનાથ ફાર્મમાં જાહેરસભા સંબોધશે. ત્યાંથી તેઓ વડોદરા જશે, અહીં તેઓ સાંજે 5.45 વાગ્યે વૈષ્ણવ સમાજ સંમેલનને સંબોધશે. અહીં જ તેઓ સાંજે 7 વાગ્યે સંખેડા ભવન ખાતે વૈષ્ણવ વણિક સંમેલનને સંબોધશે. ત્યારબાદ તેઓ રાત્રે 8 વાગ્યે પોલો ક્લબ ખાતે ડોક્ટર સેલ સંમેલનને સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન રૂપાલાના કાર્યક્રમ કેન્દ્રિય પ્રધાન પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala Union Minister) આજે બનાસકાંઠાની મુલાકાત લેશે. અહીં તેઓ ડીસા તાલુકામાં ઝેરડા પાસે બસ સ્ટેન્ડની બાજુમાં સવારે 10 વાગ્યે જાહેરસભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન ગજવશે સભા કેન્દ્રિય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત (Gajendra Singh Shekhawat Union Minister) આજે ગુજરાત પ્રવાસ દરમિયાન 2 વિધાનસભા માટે પ્રચાર કરશે. તેઓ અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો સ્ટેશનની સામે આવેલી ઘેલાભાઈની વાડીમાં સાંજે 6.45 વાગ્યે દરિયાપુર વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ રાત્રે 8 વાગ્યે ચકલેશ્વર મહાદેવ મંદિરની પાસે જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક માટે પ્રચાર કરવા જાહેરસભા સંબોધશે.

ફિલ્મ અભિનેતા પણ પ્રચારમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ (Paresh Rawal BJP Former MP) પણ આજે ત્રણ જાહેરસભાઓ ગજવશે. તેઓ બપોરે 3 વાગ્યે વડોદરામાં પાદરા ખાતે સ્ટેશન રોડ પર પાદરા વિધાનસભા માટે, સાંજે 5.30 વાગ્યે મહુધા વિધાનસભા માટે અને સાંજે 7 વાગ્યે મહેમદાવાદમાં આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ખાતે મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.

CM પટેલનો રોડ શૉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Road Show in Ahmedabad) આજે ફરીથી શહેરમાં રોડ શૉ કરશે. આજે તેઓ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં અમરાઈવાડી ખાતે આવેલા નાગરવેલ હનુમાન ચાર રસ્તા ખાતેથી રોડ શૉનો પ્રારંભ કરશે.

ABOUT THE AUTHOR

...view details