ગુજરાત

gujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને ભાજપે અર્પી શ્રદ્ધાંજલિ અને એસસી મોરચાની બેઠક યોજી

By

Published : Dec 7, 2020, 9:48 AM IST

બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપાના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ હતી.

Etv Bharat, Gujarati News, Ahmedabad News
ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને ભાજપે અર્પી શ્રદ્ધાંજલિ અને એસસી મોરચાની બેઠક યોજી

● ભાજપે ડૉ.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી

● પ્રદેશ ભાજપની એસસી મોરચાની બેઠક યોજાઇ

● કોરોના કાળમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ બેઠક

અમદાવાદઃ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપાના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ હતી.

● ડો.બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરી, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહા પ્રધાન ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુ શંભુનાથ ટૂંડિયા, સાંસદ વિનોદ ચાવડા, પ્રદેશ પ્રધાન જીવરાજ ચૌહાણ સહિતના અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

● સી.આર.પાટીલે કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરી, તેમણે દેશ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ બેઠકમાં ડિજિટલ માધ્યમથી જોડાયેલા સૌ આગેવાનો, કાર્યકર્તાઓને વિવિધ મુદ્દે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પ્રદેશ સંગઠન મહા પ્રધાન ભીખુ દલસાણીયા અને ભાજપા અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શંભુના ટૂંડિયાએ પણ બેઠકમાં ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું.

● ભાજપ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

આ ઉપરાંત ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી અને બંધારણના ઘડવૈયા એવા ડૉ. બાબા સાહેબ આંબેડકરના 64 માં નિર્વાણ દિને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ, જેમ કે અમિત શાહ, જે.પી.નડ્ડા, ભરત પંડયા વગેરેએ બાબાસાહેબને પોતાના સોશિયલ મીડિયા પેજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details