ગુજરાત

gujarat

આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા પહેલા RAT ટેસ્ટ કરોઃ હાઈકોર્ટ

By

Published : Sep 23, 2020, 3:28 AM IST

પોલીસ આરોપીઓની ધરપકડ બાદ અને જ્યુડિશિયલ અધિકારી સમક્ષ રજૂ કરતા પહેલા તેનું RT-PCR ટેસ્ટ નહીં, પરંતુ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે તેવી ગુજરાત હાઇકોર્ટની ભલામણ બાદ રાજ્યના ગૃહ વિભાગે આરોપીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની તૈયારી બતાવતા હાઈકોર્ટે 23મી સપ્ટેમબરથી આ અંગેના પરિપત્રને અમલમાં મુકવાનો આદેશ કર્યો છે. કોર્ટે ગૃહ વિભાગને આ અંગેની જાણ તમામ પોલીસ સ્ટેશનને કરવાનું પણ આદેશ કર્યો છે.

આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા પહેલા RAT ટેસ્ટ કરોઃ હાઈકોર્ટ
આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા પહેલા RAT ટેસ્ટ કરોઃ હાઈકોર્ટ

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડાએ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના સમયે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં તો આવે તેમને કોઇ વાંધો નથી. RT-PCR ટેસ્ટને લીધે આરોપીઓને 24 કલાકથી વધુ સમય સુધી પોલીસ કસ્ટડીમાં રહેવું પડતું હતું.

ગુજરાત હાઇકોર્ટ કોરોના ચકાસવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની ભલામણ કરતા મહત્વનુ અવલોકન કરતા કહ્યું કે રેપીડ એન્ટીજન ટેસ્ટ વધુ એક્યુરેટ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે, વળી 24 કલાકમાં આરોપીને કોર્ટમાં જ્યુડિશિયલ અધિકારી સમક્ષ રજૂ કરવાનો હોવાથી તેમાં પણ અનુરૂપ રહેશે.

આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા પહેલા RAT ટેસ્ટ કરોઃ હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ સોનિયા ગોકણીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ સમક્ષ મહિલાના પતિ કે જે આરોપી છે, એ 24 કલાકમાં કોર્ટ સમક્ષ કેમ રજૂ કરવામાં આવ્યા નથી. તેના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફે જણાવવામાં આવ્યું હતું કે કોરોના ટેસ્ટિંગમાં ટેસ્ટનું પરિણામ બાકી હોવાથી આરોપીને રજૂ કરવામાં આવ્યો નથી. ત્યારે કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે અવલોકન કર્યું કે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મુદ્દે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે. રાજ્ય સરકારે આ મુદ્દે નિષ્ણાંત ડોક્ટરો અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details