ગુજરાત

gujarat

કોરોનાની મહામારીના કારણે વકીલોને થયેલા આર્થિક નુકશાન સામે રાહત આપવા મુખ્યપ્રધાનને આવેદન પત્ર

By

Published : Jun 14, 2021, 9:16 AM IST

કોરોનાને કારણે આર્થિક નુકશાન પામેલા વકીલોની માટે AAPના Legal cell દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. છેલ્લા દોઢ વર્ષથી લગભગ તમામ ધારાશાસ્ત્રીઓ બેકાર બેઠા હોવાથી કોઈની આવક થઈ નથી અને 457 જેટલા વકીલોએ પોતાની સનદ પણ જમા કરાવી દીધી છે. તેની સામે તેમણે મુખ્યપ્રધાન સામે કેટલીક માંગણીઓ કરી છે.

વકીલોને થયેલા આર્થિક નુકશાન સામે રાહત આપવા મુખ્યપ્રધાનને આવેદન પત્ર
વકીલોને થયેલા આર્થિક નુકશાન સામે રાહત આપવા મુખ્યપ્રધાનને આવેદન પત્ર

  • વકીલોના આર્થિક નુકશાનને કારણે AAPના Legal cell દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન
  • 457 જેટલા વકીલોએ પોતાની સનદ પણ જમા કરાવી દીધી
  • ધારાશાસ્ત્રી અને તેના કુટુંબ માટે પાંચ લાખ સુધીનો મેડિકલ ઈન્સ્યોરન્સ મળે તેની માંગ

અમદાવાદ : કોરોનાની મહામારીના કારણે વકીલોને થઈ રહેલા આર્થિક નુકશાનને કારણે આમ-આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન એડવોકેટ પ્રણવ ઠક્કરે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોના સમયમાં સરકારે તમામ વર્ગના લોકોને જુદી-જુદી સહાય આપી છે. પરંતુ વકીલોને કોઈ પ્રકારની સહાય કરી નથી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી લગભગ તમામ ધારાશાસ્ત્રીઓ બેકાર બેઠા હોવાથી કોઈની આવક થઈ નથી અને 457 જેટલા વકીલોએ પોતાની સનદ પણ જમા કરાવી દીધી છે. તેની સામે તેમણે મુખ્યપ્રધાન સામે કેટલીક માંગણીઓ કરી છે.

આ પણ વાંચો : આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ

ધારાશાસ્ત્રીઓ પોતાની ઓફિસનું કામ હોય ત્યાં બે વર્ષ સુધી લાઇટ બિલ માફ કરાય

મુખ્યપ્રધાનને આવેદનપત્રમાં માગણી કરવામાં આવી કે, ઘર અથવા ઓફિસ કોઈ પણ જગ્યાએ જ્યાંથી ધારાશાસ્ત્રીઓ પોતાની ઓફિસનું કામ કાજ કરતા હોય ત્યાં બે વર્ષ સુધી લાઇટ બિલ માફ કરવામાં આવે. વધુમાં ધારાશાસ્ત્રી અને તેના કુટુંબ માટે પાંચ લાખ સુધીનો મેડિકલ ઈન્સ્યોરન્સ મળે તે માટે બજેટમાં દર વર્ષે જોગવાઈ કરી અને અત્યારે તાત્કાલિક બજેટ ફાળવણી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. ઘર અથવા ઓફિસ બન્નેમાંથી કોઈપણ એક જગ્યાએ કે જ્યાંથી ધારાશાસ્ત્રીઓ પોતાની ઓફિસનું કામકાજ કરતા હોય તે જગ્યાના પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ બે વર્ષ સુધી માફી આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : IMPACT : કોરોનામાં આર્થિક રીતે પડી ભાંગેલા કલાકારોને રાજસ્થાન સરકાર 5 હજાર રૂપિયાની સહાય આપશે

ધારાશાસ્ત્રી મૃત્યુ પામે તો તેના પરિવારને 10 લાખ સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સ મળે

ધારાશાસ્ત્રીઓની મૃત્યુ થાય તો 10 લાખનો ઈન્સ્યુરન્સ આપવામાં આવે છે. જો આ દરમિયાન ધારાશાસ્ત્રી મૃત્યુ પામે તો તેમના પરિવારને 10 લાખ સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સ મળે તે માટે બજેટમાં દર વર્ષે જોગવાઈ કરી અને અત્યારે તાત્કાલિક બજેટની ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ધારાશાસ્ત્રી ઉપર વધી રહેલા અત્યાચાર માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક વિધાનસભામાં પ્રસ્તાવ મુકીને પાસ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details