ગુજરાત

gujarat

વડાપ્રધાનને પર્યાવરણ મિત્રએ કેમ લખ્યો પત્ર, જાણો શું રહ્યું કારણ

By

Published : May 21, 2022, 1:27 PM IST

અમદાવાદના પર્યાવરણ મિત્ર NGO દ્વારા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)અને ડિસીલ્ટીંગ કરવા ઉપરાંત નદીમાં થતાં ગેરકાયદેસર ખનન અટકાવવા(Illegal sand mining in river) માટે પત્ર લખવામાં આવ્યો. 2021માં રાજ્યમાં 102 ટકા વરસાદ થયો હતો. તેમ છતાં હાલ પાણી અછત હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

વડાપ્રધાનને પર્યાવરણ મિત્રએ કેમ લખ્યો પત્ર, જાણો શું રહ્યું કારણ
વડાપ્રધાનને પર્યાવરણ મિત્રએ કેમ લખ્યો પત્ર, જાણો શું રહ્યું કારણ

અમદાવાદ:અમદાવાદના પર્યાવરણ મિત્ર NGO દ્વારા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) અને ડિસીલ્ટીંગ કરવા ઉપરાંત નદીમાં થતાં ગેરકાયદેસર ખનન અટકાવવા (Illegal sand mining in river)માટે પત્ર લખવામાં આવ્યો. પર્યાવરણ વિદ મહેશ ભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે 2021માં રાજ્યમાં 102 ટકા વરસાદ થયો હતો. તેમ છતાં હાલ પાણી અછત (Water problem in Gujarat )હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરદાર સરોવર ડેમ સૌની યોજના, સુજલામ સુફલામ્ યોજના આધારિત છે. જો સરદાર સરોવરમાં પૂરતા પ્રમાણ પાણીનો જથ્થો નહિ હોય તો કેવી રીતે પાણી પહોંચાડીશું એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.

પાણીની અછત

આ પણ વાંચોઃબનાસકાંઠા: દમા ગામ નજીક ગેરકાયદે ખનન ઝડપાયું

રાજ્યના 51 ડેમ ઓવરફલો થયા હોવા છતાં પાણીની અછત -વધુમાં ઉમેર્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતા જ સરોવર ડેમ ઊંચાઈ વધારી દેવામાં આવી હતી. જેમાં કારણે આજ સરદાર સરોવરમાં 53 ટકા જેટલું પાણી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે રાજ્યમાં 102 ટકા વરસાદ થયો હતો. રાજ્યના 206 ડેમમાંથી 51 ડેમ ઓવરફ્લો થયા હતા. જેમાં જામનગરના 19 અને રાજકોટના 18 ડેમ ઓવરફ્લો થયા હતા. તેમ છતાં આજ ડેમ પાણી નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે રાજ્યના વિવિધ ડેમમાં ડિસીલ્ટીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

નદીઓમાં થતું રેતીનું ખનન અટકવું ખૂબ જરૂરી -રાજ્યની નદીમાં જરૂરિયાત વધારે પ્રમાણમાં ખનન થયું હોવાથી નદીનું પાણી જમીનમાં ઉતારવાને બદલે સીધે સીધું દરિયામાં વહી જાય છે. સૌરાષ્ટ્રમાં વિવિધ ડેમોમાં પણ નોંધપાત્ર રીતે કાંપ ઉતર્યો છે. જેના કારણે પાણીની સંગ્રહ ક્ષમતા ઘટી છે. નદીના કિનારાનું પણ વધારે પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃડીસાના કાંટ ગામેથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા ટ્રક અને હિટાચી મશીન ભૂસ્તર વિભાગે કર્યા જપ્ત

75 તળાવ ઊંડા કરવાનો નિર્ણય સારો -દેશની આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન દાહોદ અને સાબરકાંઠા ખેડૂતને તળાવ ઉંડા કરવાની વાત કરી હતી. રાજ્યના વિવિધ જગ્યા શહેરના 75 તળાવ ઊંડા કરવાનો નિર્ણય સારો છે. પરંતુ શહેરમાં ડેવલપ થયા વિસ્તારમાં વિવિધ TP સ્કીમમાં જે તળાવોમાં પુરાણ થઈ રહ્યું છે. તે પુરાણ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details