ગુજરાત

gujarat

AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સને લઈ ગુડ ન્યૂઝ

By

Published : Feb 10, 2023, 12:54 PM IST

Updated : Feb 10, 2023, 1:49 PM IST

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા 2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડનાં વધારા સાથે રુપિયા 9482 કરોડ રજૂ કરવામા આવ્યું છે.જેમાં ડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા નવા જંત્રીના ભાવ આગામી 3 વર્ષની અમલ અમલ કરવામાં નહી આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સમાંથી આંશિક રાહત
AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સમાંથી આંશિક રાહત

AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સને લઈ ગુડ ન્યૂઝ

અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023 24 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર દ્વાર જંત્રીના નવા દર આગામી ત્રણ વર્ષ સુધી અમલમાં નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ટેક્સમાં પણ કમિશનર દ્વારા વધારો કરવામાં આવેલ, તેમાં પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાહત આપવામાં આવી છે.

3 વર્ષ સુધી અમલ નહી:રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરેલ રિવાઇસ નવી જંત્રીનો અમલ આગામી 3 વર્ષ માટે મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ હેતુસર ન કરવા ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટના દરમાં દર વર્ષે સૂચવેલ 5 ટકાના વધારાનાં બદલે દર વર્ષે 2 ટકાના વધારાનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સમાંથી આંશિક રાહત

આ પણ વાંચો Gujarat High Court : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓને હાજર કરવા કોર્ટે કર્યો આદેશ

અંશત વઘારો:અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફટ અંદાજ પત્રમાં મિલકત વેરામાં મિલકતો માટે પ્રતિ દર ચોરસ મીટર પ્રતિ વર્ષે 23 રૂપિયા અને મિલકતો માટે ચોરસ મીટર પ્રતિ 37 રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ પેટ્રોલ,ડીઝલ, રાંધણ ગેસ જેવી તમામ જીવન ચીજ વસ્તુઓનો સમાન વધારો થયેલો હોવાથી નાગરિકોને ટેક્સના ભારણમાં વધારો ન થાય તે માટે કમિશનર દ્વારા સૂચવેલ રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ રહેણાંક મિલકતોમાં 23 રૂપિયામાંથી ઘટાડીને 20 રૂપિયા તેમજ બિન રહેણાક મિલકતોમાં 37 રૂપિયાથી ઘટાડીને 34 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Hardik Patel Case : આંદોલન કેસની મુદત સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે કરી ટકોર

એડવાન્સ પ્રોપટી ટેકસમાં રીબેટ સ્કીમ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ છે જે 10 ટકા રીબેટ આપવામાં આવતો હતો. તેને બદલે હવે 12 ટકા આપવામાં આવશે. ઓનલાઇન એડવાન્સ પેમેન્ટ કરનારને 1 ટકા રીબેટ આપવામાં આવતું હતું.પણ હવે એડવાન્સ ઓનલાઈન ચૂકવનારને આપવામાં 13 ટકા રીબેટ આપવામાં આવશે. જે કરદાતા 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તે લોકોને કુલ 15 ટકા રીબેટ આપવામા આવશે. આ ઉપરાંત બોપલ, ઘુમા, ચિલોડા, કઠવાડા, અસલાલી, સનાથલ, વિશાલપુર, બીલાસિયા જેવા નવા વિસ્તારોને પ્રોપટી ટેકસ રાહત આપવામાં આવશે.

AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સમાંથી આંશિક રાહત

વાહન દર અને ડોર ટુ ડોર:અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાર્ષિક ડોર કલેક્શન પેટે અલગથી વધારો સૂચવવાનું નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના કલેક્શનમાં જુનો દર જ યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાહન વેરાના દરોમાં સૂચવે બેઝિક પ્રાઇસ આધારિત દરો યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત ઈલેક્ટ્રીક વાહનોને 100 ટકા રાહત આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્રતિદિન વધતા વાહનોની સંખ્યાને ધ્યાનમાં લઈને શહેરમાં પોલ્યુશન ફ્રી વાહનો ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થાય તે માટે ઈલેક્ટ્રીક વાહનોના દરમાં 100 ટકા રાહત મળશે.

AMC Budget 2023-24: અમદાવાદીઓને જંત્રીના નવા દરમાં મળી રાહત, પ્રોપર્ટી ટેક્સમાંથી આંશિક રાહત

હોસ્પિટલના મિલકત વેરામાં રીબેટ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલોમાં મિલકત વેરમાં 70 ટકા આયોજન કરવામાં આવ્યું છે. જેવું ગરીબ અને તેમજ સામાન્ય વર્ગના શહેરના નાગરિકોને નજીવી દરે રાહત અને સેવાઓ આપતા હોય તેવા કોર્પોરેશનની માંગણી મુજબ કરાર કરવામાં આવ્યો હતો.જે મુજબ રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ચેરેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા ફિઝિયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં 70 રીબેટ યોજના આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Last Updated :Feb 10, 2023, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details