ETV Bharat / state

Gujarat High Court : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓને હાજર કરવા કોર્ટે કર્યો આદેશ

author img

By

Published : Feb 10, 2023, 12:18 PM IST

Gujarat High Court : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓને હાજર કરવા કોર્ટે કર્યો આદેશ
Gujarat High Court : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓને હાજર કરવા કોર્ટે કર્યો આદેશ

અમદાવાદના હાથીજણ વિસ્તારના વિવાદાસ્પદ નિત્યાનંદ સ્વામીના આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થયેલા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે, બંને યુવતીઓને પહેલા હાજર કરવામાં આવે, બંને યુવતીઓ ક્યાં છે?.

અમદાવાદ : હાથીજણ વિસ્તારમાં બે યુવતીઓના ગુમ થવાના કેસમાં ઘણા લાંબા સમયથી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જોકે ભૂતકાળમાં આ અરજીમાં હાઈકોર્ટે કેન્દ્રીય અને ગૃહ વિભાગને જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં તેમના પિતાએ જે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. તેને લઈને ગઈકાલે હેબિયર્સ કોપર્સ પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસ સરખી રીતે તપાસ નહીં કરી રહી હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું હતું, ત્યારે ગઈકાલે સરકાર દ્વારા જ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું.

સરકારે કોર્ટ સમક્ષ રિપોર્ટ કર્યો રજૂ : સરકાર દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં બંને યુવતીઓની તપાસ દરમિયાન યુવતીઓ જમાઈકામાં હોવાની વાત સામે આવી હતી. તેમજ આ કેસમાં અત્યાર સુધીમાં કઈ રીતે તપાસ કરવામાં આવી છે. જે પણ તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ સરકારે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. એડવોકેટ પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, સરકારના એફિડેવિટના પગલે અરજદાર તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે બંને યુવતીઓ જે દેશમાં હોય ત્યાંની ઓથોરિટી સામે વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે. બંને યુવતીઓની શું ઈચ્છા છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવે.

આ બંને યુવતીઓ ક્યાં છે : જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટ યુવતીઓના વકીલને કહ્યું હતું કે, બંને યુવતીઓને પહેલા હાજર કરવામાં આવે ત્યારબાદ આ અરજી પરની સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલ આ બંને યુવતીઓ ક્યાં છે? તેમનું સરનામું શું છે તેમની વિગત પર રેકોર્ડ ઉપર મૂકો.

આ પણ વાંચો : Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ

શું છે સમગ્ર કેસ : 2019ના અત્યંત વિવાદાસ્પદ નિત્યાનંદ કેસમાં બે ગુમ થયેલી યુવતીઓ લોપામુદ્રા અને નંદિતાના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ નોધાવી હતી. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં સગીર યુવતીઓને ગોંધી રાખવાનો, ઇજા પહોંચાડવા અને ધાક ધમકી આપવાના આરોપમાં નિત્યાનંદ આશ્રમનો આ સમગ્ર મામલો ચાલ્યો હતો. જોકે આ કેસના વિવાદનો મુખ્ય વ્યક્તિ ભગવાન નિત્યાનંદ કથિત રીતે પાસપોર્ટ વિના દેશ છોડીને ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો : આશ્રમમાંથી પુત્રીને છોડાવવા પિતા કરી રહ્યા છે, આ પ્રકારની મથામણ

યુવતીઓને હાજર રહેવા આદેશ : આ મામલે યુવતીના પિતાએ દાવો કર્યો હતો કે તેની દીકરીઓને બળજબરીથી ગોંધી રાખવામાં આવી છે. તેનું અપહરણ કરવામાં આવ્યું છે. જોકે આ બંને યુવતીઓના અવારનવાર વિડીયો સામે આવતા રહેતા હોય છે. તેથી આ જ બાબતને ખાસ ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ બંને યુવતીઓને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.