ગુજરાત

gujarat

Ahmedabad Zoo: કુનોમાં ચિત્તા આવ્યા બાદ અમદાવાદમાં હવે ટાઈગર આવશે

By

Published : Feb 20, 2023, 11:02 AM IST

પ્રાણીસંગ્રહાલયમાં હવે નવા મહેમાનોનું આગમન થશે. જેમાં અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા પશુ પક્ષીઓની આદાન-પ્રદાન કરવામાં આવશે. ઔરંગાબાદથી 2 રોયલ બંગાળ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આગામી 19 તારીખની આસપાસ અમદાવાદ પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે.

ઔરંગાબાદના બે રોયલ ટાઈગર આવશે અમદાવાદ
ઔરંગાબાદના બે રોયલ ટાઈગર આવશે અમદાવાદ

ઔરંગાબાદના બે રોયલ ટાઈગર આવશે અમદાવાદ

અમદાવાદઃ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અમદાવાદ ખાતે આવેલું છે. જ્યાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા 2 રોયલ બંગાળ વાઘણ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેની મંજૂરી પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો Ahmedabad News: જાણો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-fir સેવા કઈ રીતે તમારા સમયને બચાવશે

કાંકરીયા પ્રાણી સંગ્રહાલય કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને મહારાષ્ટ્રમાં આવેલ ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા અલગ અલગ પ્રાણીઓની બદલી કરવામાં આવશે. આ મુદ્દે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ઝુ ઓથોરિટીમાંથી પણ મંજૂરી મળી ગઈ છે. તે મુજબ કાંકરિયામાંથી ઇમું, શાહુડી જેવા પ્રાણી ઔરંગાબાદના પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવશે. જેના બદલામાં ઔરંગાબાદથી 2 વાઘણ અને 6 કાળિયાર હરણ અહીંયા લાવવામાં આવશે- આર.કે.સાહુ(કાકરીયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર)

અમદાવાદના પ્રાણી:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય વચ્ચે પશુ-પક્ષીઓનો આદાનપ્રદાન કરવામાં આવશે. જેમાં અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાંથી એક નર અને બે માદા એમ ત્રણ શિયાળ એક અને એક માદા એમ બે ઇમુ ત્રણ માદા પુનવાલ પાંચ માદા અને પાંચ નર એમ કુલ 10 શાહુડી ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવશે. જ્યારે ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલય થી 2 રોયલ બંગાળ વાઘણ અને 2 નર અને 4 માદા કુલ 6 કાળિયાર હરણ અહીંયા લાવવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર 1400 કિલો ચાંદી અને ઈમિટેશનની થઇ લૂંટ, પોલિસે કરી નાકાબંધી

પશુ પણ ક્વોરેન્ટાઈન:ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલયમાંથી અહીંયા લાવ્યા બાદ તેમને દસ દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. ત્યારબાદ જ મુલાકાતીઓ માટે ખુલ્લા પાંજરામાં મૂકવામાં આવશે. અમદાવાદ પ્રાણી સંગ્રહાલય ટીમ પ્રાણી સંગ્રહાલયમાંથી પશુ પક્ષીને લઈને ઔરંગાબાદ જવા રવાના થઈ ચૂકી છે. જે આગામી 19 તારીખની આસપાસ અમદાવાદ પહોંચે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details