ગુજરાત

gujarat

Ahmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ

By

Published : Feb 7, 2023, 4:02 PM IST

Updated : Feb 7, 2023, 5:31 PM IST

અમદાવાદના પાંચકુવા નજીક ધોળે દિવસે કેટલાક શખ્સોએ તલવારો અને છરીના ઘા મારીને યુવકની હત્યા કરી છે. જોકે, હત્યાનો સમગ્ર મામલો CCTVમાં કેદ થતાં પોલીસને આરોપીઓને પકડવામાં આસાની રહી શકે છે. (Murder case in Ahmedabad)

Ahmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ
Ahmedabad Crime : ભરબજારે તલવાર છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, CCTVમાં ઘટના થઈ કેદ

કાલુપુરમાં હત્યા CCTVમાં થઈ કેદ

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. કાલુુપુર પાંચકુવા નજીક ધોળે દિવસે ચાર શખ્સોએ ભેગા મળી તલવાર અને છરીના ઘા મારીને એક યુવકનું હત્યા કર્યાના CCTV સામે આવ્યા છે. જે મામલે કાલુપુર પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ તેજ કરી છે.

શું હતો સમગ્ર મામલો : આ મામલે વટવામાં રહેતા મોહમ્મદ ફૈઝાન અત્તરવાલાએ ફરિયાદ નોંધાવી છે કે, 6 જાન્યુઆરી સોમવારે તે પોતાના ભાઈ કાશીમહુસેન અત્તરવાલા તેમજ માસીના દીકરા સાબાનહુસેન ઉર્ફે સાબર અલી મોમીન સાથે હોસ્પિટલના કામ માટે ઘરેથી નીકળ્યા હતા. ફરિયાદી પોતાની ઓટોરિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા, તે સમયે બપોરે 03:00 વાગ્યા આસપાસ સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યા હતા, ત્યાં ઓટો રીક્ષાની પાછળ એક બીજી ઓટો રીક્ષામાં ચાલકે તેઓને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઓટો રીક્ષામાં સાદિક હુસેન ઉર્ફે દાદા મોમીન, રફીક હુસેન મોમીન, લિયાકત હુસૈન મોમીન તેમજ નાસીર હુસેન મોમીન બેઠા હતા. જેમાં લિયાકત હુસેન ઓટો રીક્ષા ચલાવતો હતો અને તેની પાસે સાદિક હુસેન અને નાસીર હુસેનના હાથમાં પણ તલવાર હતી.

આ પણ વાંચો :Murder Case Rajkot: રાજકોટમાં યુવાનની હત્યા કરનાર 8 શખ્સોની કરાઈ ધરપકડ

જીવલેણ હુમલો : ફરિયાદીએ ઓટો રીક્ષા ઓવરટેક ન કરવા દઈને આગળ નીકળી ગયો હતો અને પાંચકુવા દરવાજા તરફ રિક્ષા ભગાડતા તે રીક્ષામાં આવેલા શખ્સોએ અચાનક જ તેઓ પર હુમલો કર્યો હતો. ટ્રાફિક હોવાથી ઓટો રીક્ષામાંથી ઉતરી જતા સાદિક હુસેને પોતાના હાથમાં તલવાર તેમજ લીયાકત હુસેને પોતાના હાથમાં ચપ્પુ અને બીજા હાથમાં લોખંડનો સળીયો લઈને ફરિયાદીની પાછળ તેઓને મારવા માટે દોડ્યો હતો. તે સમયે ફરિયાદીનો ભાઈ કાસીમ હુસેન ભાગતો હોય તેને પણ પાછળથી તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદી સહિત ત્રણે યુવકો કડિયાકુઈ તરફ ભાગવા જતા આરોપીઓએ હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો :Botad murder case: બોટાદ હત્યાના 6 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસનું નિવેદન : આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જે ઘટનામાં સાબર હુસેન મોમીનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે કાલુપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે ડી ડિવિઝનના ACP હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બે દિવસ પહેલાં લગ્નપ્રસંગમાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતની અદાવત રાખીને આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

Last Updated : Feb 7, 2023, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details