ગુજરાત

gujarat

Meteorological Department  News : રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ જૂઓ

By

Published : Apr 10, 2023, 4:40 PM IST

રાજ્યમાં ફરી એકવાર જગત તાતને માથે હાથ દેવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત ગરમીનો પારો પણ વધી શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે.

Rain Prediction : રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ જૂઓ
Rain Prediction : રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ જૂઓ

રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે માવઠાની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં ખેડૂતો પરનું સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ ગરમીના કારણે ખેડૂતોની હાલત ખરાબ બની રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે રાજ્યમાં વધુ એક વાવાઝોડાની આગાહી કરતા જગતનો તાત ચિંતાગ્રસ્ત બન્યો છે.

હવામાન વિભાગની આગાહી : જોકે હાલ આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ટકા ઉપર જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધુ ઊંચકાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં ગરમી તો વધી રહી છે, પરંતુ સાથે સાથે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખેડુત કુદરત સામે લાચાર : ગરમી અને કમોસમી માવઠાની સંયુક્ત આગાહી બાદ ગુજરાતમાં વાતાવરણ અનિયમિત જોવા મળી રહ્યું છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. એક તરફ કમોસમી વરસાદથી નુકશાનીને પહોંચી વળવા સરકાર મદદ માટે આગળ આવી છે. તો બીજી તરફ ખેડૂતો પણ કુદરત સામે લાચાર બની ગયા છે. કમોસમી માવઠાને લઈ ખેડૂતો માટે વધુ એક વાર માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં બે દિવસ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી, નુકસાનીનો સર્વે માટે આટલી ટીમની રચના

ક્યારે આવશે માવઠું : આગાહી મુજબ 5 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. જોકે બે દિવસ બાદ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે તેવું બની શકે છે. આ બે દિવસમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જ્યારે 12, 13 અને 14 એપ્રિલે અમરેલી ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં કમોસમી માવઠું સર્જાવાની સંભાવના છે.

આ પણ વાંચો :Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ

વાદળછાયું વાતાવરણ :જોકે બે દિવસ ગરમીનું જોર પણ યથાવત રહેશે, આમ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વચ્ચે વાતાવરણ પોતાનો મિજાજ બતાવશે. એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે. તો હાલમાં અમદાવાદમાં 40 ડિગ્રીનો પારો જોવા મળ્યો છે. જે આગામી દિવસોમાં 41 પર પહોંચે શકે છે. આ અગાઉ ભુજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details