ગુજરાત

gujarat

Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ

By

Published : Apr 22, 2023, 10:13 PM IST

અમદાવાદના વટવામાં ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસ ફસાવી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા છે. અંતે વેપારી પાસે રુપિયા ખલાસ થઈ જતા આત્મહત્યાના પ્રયાસમાં બચી ગયા હતા. બાદમાં વેપારીની પત્ની સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા બહેને પોલીસ પકડી પાડી છે.

Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ
Ahmedabad Crime : ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસની ધમકી આપી 55 લાખ પડાવ્યા, બહેનની ધરપકડ

વટવામાં ભાઈ બહેને મળીને વેપારીને દુષ્કર્મના કેસ ફસાવી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા

અમદાવાદ :શહેરના પૂર્વ વિસ્તારમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વટવા GIDCમાં કારખાનું ચલાવતા વેપારીના ત્યાં કામ કરતી એક મહિલાએ વેપારી સાથે પહેલા મિત્રતા કરી અને આયોજનબદ્ધ ટુકડે ટુકડે નાની મોટી રકમ મેળવી અને બાદમાં લાખો રૂપિયા પડાવ્યા હતા. જેમાં મહિલાએ પોતાના ભાઈની મદદ લીધી અને ભાઈ બહેને ભેગા થઈને વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 55 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી હતી. જોકે આ મામલે વેપારીની પત્નીને જાણ થતા તેઓએ પતિની આરોપીઓના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેથી અંતે આ મામલો પોલીસ મથકે પહોચતા સમગ્ર બાબતે વટવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો : વટવા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય મહિલાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓના પતિ 2008થી વટવા GIDC ખાતે કારખાનું ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાંચ મહિના પહેલા ફરિયાદી મહિલાના પતિ પરેશાન જણાવતા તેઓએ પૂછતા તેઓના પતિએ આ સમગ્ર મામલે હકીકત જણાવ્યું હતું. જેમાં વેપારીના કારખાનામાં એપ્રિલ 2015માં સંધ્યા રાય નામની મહિલાને ચલણ બીલ બનાવવાની નોકરી પર રાખી હતી. ત્યારથી વર્ષ 2020 સુધી તેણે નોકરી કરી હતી. જે સમયગાળા દરમિયાન વેપારીની સાથે સંધ્યાએ મિત્રતા કેળવી હતી.

શરીર સંબંધ બાંધ્યો :મિત્રતા કેળવ્યા બાદ સંધ્યા અને તેનો ભાઈ સન્ની રાય અવારનવાર વેપારીના કારખાનામાં આવી યેનકેન પ્રકારે સંધ્યાના પગાર ઉપાડ નામથી પૈસા લઈ જતા હતા. જોકે એડવાન્સ પગારના રૂપિયા વધી જતા વેપારીએ રૂપિયા જમા કરાવવાનું કહેતા સંધ્યા તેમજ તેના ભાઈએ આયોજનબદ્ધ રીતે વેપારીએ સંધ્યા સાથે તેની મરજી વગર કુદરતી તથા અકુદરતી રીતે શરીર સંબંધ બાંધ્યો છે. તેવો દુષ્કર્મના કેસ કરી કેસમાં ફસાવી દઈશ અને આજીવન જેલમાં નખાવી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે બળજબરીથી ખોટા જેલના ભયમાં મૂકી બ્લેકમેલ કરી 45 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

વેપારીને ધમકી : જે બાદ ફેબ્રુઆરી 16ના રોજ સંધ્યાએ વેપારીને ફોન કરીને પૈસા કેમ આપતા નથી, પૈસા નહીં આપો તો તમારા ઘરે આવીશ અને તમારી સોસાયટીમાં તમને બદનામ કરીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યારબાદ બે મહિના પહેલા સનિ રાય વેપારીના ઘરે આવ્યો હતો અને તમે મારી બહેનને પૈસા આપી દો નહીંતર હું તેમજ મારી બહેન બંને મળીને તમને દુષ્કર્મના કેસમાં બદનામ કરી નાખીશું તેવું ધમકીઓ આપી હતી.

કેવી રીતે રૂપિયા પડાવ્યા : જે બાદ બંને ભાઈ બહેને ફરીવાર પૈસા પડાવવા માટેનું કાવતરું રચી વેપારીની વિરુદ્ધમાં 23 ફેબ્રુઆરી 2023ના રોજ મહિલા પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે અરજી કરી હતી. બાદમાં સનીએ વેપારીને 25 ફેબ્રુઆરીના રોજ તેના ઘરે બોલાવી અરજીની રીસીવ કોપી બતાવી કેસમાં ફસાવવું ન હોય તો અમે કહીએ તેમ કરવું પડશે. તેમ કહીને સાડા સાત લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે ત્યારબાદ બે દિવસ પછી ફરી દુષ્કર્મના કેસમાં ફસાવવાનું કહીને 27 ફેબ્રુઆરી 2023ના રોજ બીજા અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચો :Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર આચર્યું દુષ્કર્મ

વેપારીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ : આરોપીઓએ વેપારીને ડરાવી ધમકાવી એક સમજૂતી કરાર કરાવી લીધો હોવા છતાં સંધ્યા તેમજ તેનો ભાઈ વેપારી પાસેથી પૈસા માંગતો હોય, પરંતુ વેપારી પાસે પૈસા ન હોય જેના કારણે તેઓએ ભાઈ બહેનનો ફોન રિસીવ ન કરતા સંધ્યાએ અવારનવાર વેપારીની પત્નીને ફોન કરી, જો તારો પતિ અમને પૈસા નહીં આપે તો હું તેમજ મારો ભાઈ તારા ઘરે આવીને તારી સોસાયટીમાં બદનામી કરીશ. તારા પતિને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી વેપારીની પત્નીએ કંટાળીને 18 એપ્રિલ 2023 ના રોજ પોતાના બેડરૂમમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું

વેપારી બચી ગયા બાદ શુું : જોકે, તે સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી જતા બચી ગયા હતા. અંતે આ સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનમાં સંધ્યા રાય અને સનિ રાય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાઈ સની રાયને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે જે ડિવિઝનના ACP પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details