ગુજરાત

gujarat

અમદાવાદમાં ઝીરો વેસ્ટ સ્ટોરની શરૂઆત, પ્લાસ્ટીક અને ન્યુઝ પેપરના બદલામાં ખરીદી શકાશે...

By

Published : Oct 10, 2019, 10:20 AM IST

અમદાવાદઃ જિલ્લામાં ઓર્ગેનિક ફૂડની વાત કરવામાં આવે તો દેશભરમાં આજે લોકો ઓર્ગેનિક ફૂડને લઈને જાગૃત થયેલા જોવા મળ્યા છે અને ગુજરાતમાં મનુષ્યના આરોગ્ય અને પર્યાવરણને પ્રોત્સાહન આપવા અને સલામત ખોરાક પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે બે બાળપણના મિત્રો રાજકુમાર ભણસાલી અને યશ મહેતા જે બંને રાજસ્થાનથી છે તેમને તેમની CAની નોકરી છોડી એક નવી પહેલ કરવામાં આવી છે. ગુજરાતનું સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટોર જે ઝીરો વેસ્ટ બીવાયોસી ઇકો-ફ્રેન્ડલી માર્કેટ પ્લેસ તેમજ પ્રાકૃતિક અને રસાયણ મુક્ત ખેતીનો અભ્યાસ કરતા વિશ્વાસપાત્ર ખેડૂતો પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા શાકભાજી લઇ તેમને પ્રાધાન્ય આપશે.

ahmedabad

તેના વિશે વધારે વાત કરતા તેઓ જણાવે છે કે, અમે એવું ઈચ્છીએ છીએ કે, લોકોના શરીરમાં શું જાય છે, તેના પર વિચાર કરે જે તેમની બોડીને શું કરે છે, તે સમજે આપણે હંમેશા બ્રાન્ડેડ કપડાં, કાર, રેસ્ટોરન્ટ જેવી જીવનની તમામ સુવિધાઓ પર ધ્યાન આપીએ છીએ અને ત્યારબાદ ઘણી વખત તબીબી બીલો પર મોટી રકમ ચૂકવીએ છીએ.

અમદાવાદમાં ઝીરો વેસ્ટ સ્ટોરની શરૂઆત, પ્લાસ્ટીક અને ન્યુઝ પેપરના બદલામાં ખરીદી શકાશે...

પરંતુ, જ્યારે આપણે યોગ્ય ખાદ્ય પદાર્થો સિલેક્ટ કરવાની વાત આવે ત્યારે આપણે ખેડૂતો સાથે તેની માટે સોદા કરીએ છીએ. અમે સમજીએ છીએ કે રસાયણો વિના ખેતી શક્ય છે. એવું માનવું સહેલું નથી. પરંતુ, અમે લોકોને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને એકવાર તક મળે નજીકના ખેડૂતોની લોકો મુલાકાત લે અને પછી કુદરતી અને રસાયણ મુક્ત જીવન તરફ આગળ વધવાનું નિર્ણય લે.

CA યશ મહેતાએ જણાવ્યું કે, હું યુએસ અને યુરોપમાં ખૂબ જ ઓછા સમય માટે ગયો હતો, જ્યાં મેં જોયું કે ઘણા ભારતીય કાર્બનિક ઉત્પાદનો માટે ઉત્સુકતા ધરાવે છે, ત્યારે પરત ફરતા મેં મારા બાળપણના મિત્ર જે સ્વભાવથી ફુલવર છે. તેની સાથે ચર્ચા કરી અને વાતની અંતે બંનેએ તેમના ખેતરના જીવનની શોધખોળ, ખેડૂતોને મળવા અને કાર્બનિક ખેતીને સમજવા માટે મુંબઈથી વાઈટ કોલર કોર્પોરેટ નોકરીઓ છોડીને આ ઉદ્યોગ તરફ વળ્યા છે.

આ સ્ટોરીનું લોન્ચિંગ 13 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. જેમાં ગ્રાહકો પોતાના કન્ટેનર લઈને આવી શકશે અને તેમની મરજી પ્રમાણે વસ્તુ ખરીદી શકશે.

ABOUT THE AUTHOR

...view details