ગુજરાત

gujarat

રાજસ્થાનમાંથી ઘઉંની બોરીમાં સંતાડી લવાતો 11 લાખનો દારૂ અમદાવાદથી ઝડપાયો

By

Published : Aug 13, 2020, 2:18 PM IST

શ્રાવણ માસમાં દારૂ અને જુગારની અનેક પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે PCBએ નારોલ અસલાલી હાઇવે પરથી ટ્રકમાં ઘઉંની બોરીની આડમાં સંતાડેલો 11 લાખનો દારૂ ઝડપ્યો છે.

ahmedabad
અમદાવાદ

અમદાવાદ: PCB એ આરોપ અસલાલી હાઇવે પરથી રાજસ્થાન પાસિંગ ટ્રકમાં ઘઉંની બોરીની આડમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. જેમાં 2760 બોટલ એટલે કે, 230 પેટી દારૂ જેની કિંમત 11 લાખથી વધુ થાય છે. 480 ઘઉંની બોરીમાં દારૂ સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો. જેમાં કુલ 22,62,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: રાજસ્થાનથી ઘઉંની બોરીમાં સંતાડીને લવાતો 11 લાખનો દારૂ ઝડપાયો
મહત્વની વાત છે કે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આસપાસના રાજ્યોમાંથી આ રીતે લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં લાવવામાં આવે છે. ત્યારે રાજસ્થાનથી અમદાવાદ સુધી દારૂનો આટલો મોટો જથ્થો પહોંચી જાય છે. ગુજરાત રાજસ્થાન સરહદ પર ચેકીંગ કરવામાં આવે છે કે, કેમ તે અંગે સવાલ છે.

ABOUT THE AUTHOR

...view details