ગુજરાત

gujarat

Ahmedabad News : કરોડોના ખર્ચે છારોડી તળાવનું સુંદર નજરાણું તૈયાર, અમિત શાહ દ્વારા લોકાર્પણ તો થશે પણ...

By

Published : May 19, 2023, 6:58 PM IST

રવિવારે દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા છારોડી તળાવનું લોકાર્પણ કરવામાં આવનાર છે. બ્યૂટિફાઇડ વર્ઝનનું આ તળાવ ફરતે આધુનિક સુવિધાઓનું નિર્માણકાર્ય તથા તળાવના પાણીને લઇને જાણવા જેવી હકીકતો જોઇએ.

Ahmedabad News : કરોડોના ખર્ચે છારોડી તળાવનું સુંદર નજરાણું તૈયાર, અમિત શાહ દ્વારા લોકાર્પણ તો થશે પણ...
Ahmedabad News : કરોડોના ખર્ચે છારોડી તળાવનું સુંદર નજરાણું તૈયાર, અમિત શાહ દ્વારા લોકાર્પણ તો થશે પણ...

જાણવા જેવી હકીકતો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 526 કરોડના ખર્ચે છારોડી તળાવનું સુંદર સંસ્કરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. છારોડી ગામના તળાવનું લોકાર્પણ દેશના ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે રવિવાર કરવામાં આવશે. આ તળાવના ફરતે વોકિંગ ટ્રેક, પાર્કિંગ, મલ્ટી પરપઝ મેદાન પણ તૈયાર કરવામાં આવ્યા છે. હરવાફરવા લાયક સ્થળ તરીકેની છબી બનાવ્યાં બાદ તળાવની જાળવણી કરવા અંગે તંત્ર ધ્યાન આપશે તેવી આશા છે.

35 કરોડ લીટર પાણી ભરાયું : અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરોડોના શહેરના મોટાભાગના તળાવ રીડેવલપ કરવામાં આવી રહ્યા છે. સાથે જે પણ તળાવ રીડેવલપ કરવામાં આવે છે તે તળાવને અન્ય તળાવ સાથે ઇન્ટરલિન્ક કરવામાં આવી રહ્યા છે. જેથી વરસાદી પાણી સંગ્રહ કરી શકાય. તેમ છતાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. તેવી જ રીતે આ છારોડી તળાવમાં પાણીનો સંગ્રહ થતો નથી. ત્યારે તળાવના લોકારપ્ણ સમયે તેની સુંદરતા બની રહે તે માટે 21 મે 2023ના રોજ લોકાર્પણ કાર્યક્રમ પહેલાં હાલમાં નર્મદાના 35 કરોડ લીટર પાણીથી ભરી દેવામાં આવ્યું છે.

5.26 કરોડના ખર્ચે રીડેવલપ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5.26 કરોડના ખર્ચે એસ. જી. હાઇવે પર આવેલા છારોડી ગામના તળાવને રીડેવલપ કરવામાં આવ્યું છે. આ તળાવના રીડેવલપ વિસ્તારની વાત કરવામાં આવે તો 65078 ચોરસ મીટરમાં ડેવલપ કરવામાં આવ્યું છે. જેમાં 167.60 મિલિયન લીટર પાણી સંગ્રહ કરવાની કેપિસિટી છે. જેમાં 1600 મીમીનો વ્યાસ ધરાવતાં તળાવને ઈન્ટરલિંક કરવામાં આવ્યું છે. જેથી વરસાદનું પાણી સંગ્રહ કરી શકાશે. અમદાવાદ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલું છારોડી તળાવ આ પહેલાં તેની પ્રાકૃતિક અવસ્થા ધરાવતું હતું.

હરવા ફરવા માટે નવું સ્થળ તૈયાર : છારોડી ગામ તળાવ રીડેવલપ થતા જ આજુબાજુ વિસ્તારના લોકો માટે નવું હરવા ફરવા માટે નવું સ્થળ ઉભું થયું છે. આ તળાવ ફરતે ઢળતી જમીન પર વૃક્ષાચ્છાદિત કુદરતી લેન્ડ સ્ક્રેપ, હાઇવે સાઈડ રોડને રિટેઈન કરવા માટે રીટેઇંગ એન્ટરન્સ પેવેલિયન સ્ટ્રક્ચર, ગામ તરફ બે વિશાળ વડ અને નાના મંદિરોની આસપાસ લેન્ડસ્કેપ, મલ્ટીપરપઝ મેદાન, પબ્લિક ટોયલેટ બ્લોક, જોગિંગ અને વોકિંગ ટ્રેક,લાઇટિંગ અને ચારેબાજુ અંદાજે 1775 ચોરસ મીટરનું વાહન પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે.

વરસાદી પાણીનો સંગ્રહ થશે :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના તળ ઉંચા આવે અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેના સંદર્ભમાં અમદાવાદના અનેક તળાવને એકબીજા તળાવ સાથે ઈન્ટરલિંક કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં છારોડી ગામના તળાવને અન્ય તળાવ સાથે ઈન્ટરલિંક આવ્યું છે. જેના કારણે છારોડી ગામના તળાવમાં પણ બારેમાસ પાણી રહેશેે.

ખાલીખમ તળાવોની વાસ્તવિકતા : છારોડી તળાવના બ્યૂટિફિકેશનને વધાવવા સાથે સવાલ એ પણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પહેલાં પણ અનેક તળાવને ઇન્ટરલિન્ક કરવામાં આવ્યા છે. તેમ છતાં તે તળાવમાં હાલના સમયમાં પાણી જોવા મળતું નથી. એકવાર તળાવ બનાવાયાંના લોકાર્પણની સુંદર તસવીરો છવાઇ જાય પછી તેનું શું થાય છે તેની સંભાળ લેવામાં કોર્પોરેશનના અધિકારીઓ ઊણાં ઊતરી રહ્યાં છે. જેની પ્રતીતિ આ પ્રકારે લોકાર્પિત કરાયેલા વસ્ત્રાપુર તળાવ અને સરખેજ તળાવને જોઇને પણ થઇ શકે છે.

  1. Amit Shah Gujarat Visit: આવતીકાલથી બે દિવસ માટે શાહ ગુજરાતમાં, દ્વારકામાં કરશે દર્શન
  2. 2024ની ચૂંટણી ગુજરાતમાં RSSનો પાવર શો, 10,000 સ્વયંસેવકોને સંબોધશે મોહન ભાગવત
  3. Ahmedabad Ring Road Bridge : 96 કરોડના ખર્ચે બનીને તૈયાર બ્રિજ, ગૃહપ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે

ABOUT THE AUTHOR

...view details