ગુજરાત

gujarat

Ahmedabad News : ચોમાસામાં જળભરાવના આવા દ્રશ્યો ફરી સર્જાશે? પ્રિમોન્સૂન કામગીરીને લઇ એએમસીનો દાવો શું છે જૂઓ

By

Published : May 18, 2023, 8:52 PM IST

અમદાવાદમાં ભારે વરસાદ હોય ત્યારે તો છોડો બે ઇંચ વરસાદમાં પણ પાણીની છલમછલા સર્જાઇ જવાની નવાઇ નથી. દર વર્ષની જેમ પ્રિમોન્સૂન કામગીરી આ વર્ષે પણ શરુ કરવામાં આવી હોવાનો અમદાવાદ કોર્પોરેશનનો દાવો છે. ત્યારે જળભરાવની સ્થિતિથી બચવાના આયોજનો વિશે વાત કરીએ.

Ahmedabad News : ચોમાસામાં જળભરાવના આવા દ્રશ્યો ફરી સર્જાશે? પ્રિમોન્સૂન કામગીરીને લઇ એએમસીનો દાવો શું છે જૂઓ
Ahmedabad News : ચોમાસામાં જળભરાવના આવા દ્રશ્યો ફરી સર્જાશે? પ્રિમોન્સૂન કામગીરીને લઇ એએમસીનો દાવો શું છે જૂઓ

એએમસીનો દાવો

અમદાવાદ : દર ચોમાસાની જેમ ચોમાસુ 2023માં જળભરાવના વરવા દ્રશ્યો ન સર્જાય તે માટે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 122 તળાવો છે. જ્યારે વરસાદી પાણીની લાઈનની કુલ લંબાઈ 950 કિલોમીટર જેટલી છે. આમાં ડ્રેનેજ લાઈનની લંબાઈ કુલ 3400 કિલોમીટર અને અમદાવાદ શહેરમાં કેચપીટની સંખ્યા 58,343 જોવા મળી રહી છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન સારી રીતે થાય તે માટે શહેરમાં અલગ અલગ ઝોન પર કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવશે.

વરસાદી પાણીના નિકાલનો સવાલ : આવનારા સમયમાં ચોમાસાની ઋતુ શરુ થાય તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિમોન્સૂન કામગીરીમાં શહેરની વિવિધ ગટરો કેચપીટ સાફ કરવી તેમજ શહેરમાં વરસાદી પાણી ભરાય તો તેનો યોગ્ય ઝડપી નિકાલ કેવી રીતે કરવામાં આવે તેની કામગીરી કરવામાં આવતી હોય છે. જોકે દર વર્ષે કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ વરસાદ પડ્યો નથી કે ચોમેર જળભરાવના દ્રશ્યો જોવા મળવા શરુ થઇ જાય છે અને લોકો પૂછતાં રહી જાય છે કે અમદાવાદ કોર્પોરેશને પ્રિમોન્સૂન કામગીરીના નામે શું કર્યું હતું.

અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણી નિકાલ માટે વ્યવસ્થા સ્ટ્રોમ વોટર દ્વારા થાય છે તેની કેચપિટની સાફ સફાઈ કરવામાં આવી છે. જ્યા વોટર લોગીંગ વિસ્તાર છે. ત્યાં ડ્રેનેજ અને કેચપીટની સફાઈ કરવામાં આવી છે. કચરો ડ્રેનેજ ના જાય તે માટે સ્ટ્રોમ વોટર સાફ કરી કપડું ઉપર મૂકીને ઢાંકી દેવામાં આવે છે.. જતીન પટેલ (વોટર કમિટીના ચેરમેન)

એએમસીનો દાવો : અમદાવાદ કોર્પોરેશન સત્તાવાળાઓને આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ તેમજ કેચપીટની સફાઈનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સ્ટોર્મ વોટર લાઇન દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે હાલમાં સાફસફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.

પાણી નિકાલ માટે શું છે વ્યવસ્થા : અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં 199 ઈંચ જેટલો વરસાદ વરસો છે પરંતુ આ વરસાદી પાણી નિકાલ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ 122 તળાવ છે. વરસાદી પાણીની લાઈનો કુલ 950 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. ડ્રેનેજ લાઇન 3400 કીમી જેટલી લંબાઈ ધરાવે છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ પહેલાં વરસાદી પાણીના નિકાલ માટે 31 નંગ પંપિંગ સ્ટેશન હતાં જેમાં વધારીને આ વર્ષે વધુ 3 નવા પંમ્પિંગ સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે.

ડીવોટરિંગ પંપ ચકાસણી : આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં લઈને શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જળભરાવની સમસ્યાઓ ઉભી થતી હોય છે. જે પાણીના નિકાલને કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા ડીવોટરિંગ પંપ જુદા જુદા વર્કશોપથી ફાળવવામાં આવતા હોય છે. જેને લઇને હાલમાં તે ચકાસણીની કામગીરી થઇ રહી છે. જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સરળતાથી ઝડપી નિકાલ લાવી શકાય. આ ઉપરાંત દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન પંપોને જે તે સ્થળે લાવવા અને લઈ જવા માટે જરૂરી ફ્યુલ તેમજ પાઈપનું યોગ્ય મેન્ટેનન્સ તપાસવામાં આવી રહ્યું છે.

5 વર્ષમાં કુલ 199 ઈંચ વરસાદ નવા શહેરમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં 199 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં 2017 માં 41.33 ઇંચ વરસાદ , 2018માં 16.31 ઇંચ વરસાદ, 2019 માં 34.1 ઇંચ વરસાદ, 2020 માં 38.38 ઇંચ વરસાદ, 2021 માં 28.31 ઇંચ વરસાદ , 2022માં 39.66 ઇંચ વરસાદ આમ કુલ મળીને 199 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ તમામ વરસાદનું પાણી અમદાવાદની સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. આ સાબરમતી નદી પર એક વાસણા બેરેજ બંધ બાંધવામાં આવ્યો છે.

  1. ખાડાઓ પૂરવામાંથી જ ઊંચું નથી આવતું AMCનું તંત્ર, વરસાદે ખોલી પ્રિમોનસુન કામગીરીની પોલ
  2. AMC Review Meeting: અમદાવાદીઓની આરોગ્યની સુવિધાઓમાં આ રીતે થશે વધારો
  3. Water Logging in Ahmedabad : આવી રીતે વરસાદી પાણી પાર કરતાં વિદેશી વિદ્યાર્થીઓ

ABOUT THE AUTHOR

...view details