ગુજરાત

gujarat

Ahmedabad News : માઈગ્રન્ટ પાકિસ્તાની હિન્દુ ડૉકટર ગુજરાતમાં રહીને દર્દીની સેવા કરશે, CMએ આભાર માન્યો

By

Published : Jul 3, 2023, 9:33 PM IST

માઈગ્રન્ટ પાકિસ્તાની હિન્દુ ડૉકટર ગુજરાતમાં રહીને દર્દીને સેવા કરશે. અમદાવાદમાં માઈગ્રન્ટ પાકિસ્તાન હિન્દુ ડૉકટર રજિસ્ટ્રેશન આભાર સમારોહ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

Ahmedabad News : માઈગ્રન્ટ પાકિસ્તાની હિન્દુ ડૉકટર ગુજરાતમાં રહીને દર્દીની સેવા કરશે, CMએ આભાર માન્યો
Ahmedabad News : માઈગ્રન્ટ પાકિસ્તાની હિન્દુ ડૉકટર ગુજરાતમાં રહીને દર્દીની સેવા કરશે, CMએ આભાર માન્યો

અમદાવાદ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત માઇગ્રન્ટ પાકિસ્તાની હિંદુ ડોક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ'માં સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આજનો દિવસ ગુરૂજનોને સમર્પિત હોય છે. તેમણે માઈગ્રન્ટ પાક હિન્દુ ડોકટર્સનો આભાર માન્યો હતો.

આજે અહીં ઉપસ્થિત ડોક્ટર્સ તો એવા તબીબો છે જેમણે ખુદ પણ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં કાયમી વસવાટ અને આરોગ્ય સેવા કરવા માટે તૈયાર થયા છે...ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)

નોબલ કોઝથી ભારતમાં આવ્યા : આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનથી આવેલા હિન્દુ ભાઈઓ બહેનો ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતની જનતાની આરોગ્ય સેવા માટે સક્ષમ બની અહીં આવ્યા છે, આમ સૌ નોબલ પ્રોફેશન સાથે નોબલ કોઝથી ભારતમાં આવ્યા છે. મુખ્યપ્રધાને આ અવસરે તબીબો-ડોક્ટર્સને અભિનંદન આપતા કહ્યું કે, આ અવસર અંતર્ગત જેમના રજીસ્ટ્રેશન થયા છે એવા સૌ તબીબો-ડોક્ટર્સ તો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપવાના છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

132 ડોક્ટર્સે એનએમસી એક્ઝામ પાસ કરી

આરોગ્ય સુરક્ષા માટે પ્રયાસો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલા આરોગ્ય ક્ષેત્રના વિકાસની વાત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશના લોકોની આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાને નવ વર્ષના સુશાસન દરમ્યાન સફળ પ્રયાસો કર્યા છે. દેશમાં 2014માં કુલ 8 એઇમ્સ હતી જે વર્ષ 2023માં 23 થઇ છે. મેડીકલ કોલેજો 641 હતી, જે વધીને વર્ષ 2023માં 1341 થઇ છે. દેશમાં 2014માં મેડીકલની બેઠક 82 હજાર જેટલી હતી, તે વધીને એક લાખ 52 હજાર થઇ ગઈ છે.

132 ડોક્ટર્સે એનએમસી એક્ઝામ પાસ કરી : કોરોનાકાળ દરમિયાન વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચાલ્યું હતું. જેમાં, 220 કરોડથી વધુ ડોઝ દેશના નાગરિકોને આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માઇગ્રન્ટ પાકિસ્તાન હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહ અંતર્ગત કુલ 132 ડોક્ટર્સએ એનએમસી એક્ઝામ પાસ કરી છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં કુલ 32 ડોક્ટર આરોગ્ય ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપશે.

કોણ રહ્યું હાજર : અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા માઇગ્રન્ટ પાકિસ્તાન હિન્દુ ડોક્ટર્સ આભાર સમાંરોહના કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઇ સોલંકી, વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેી, ગુજરાત મેડિકલ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, માઇગ્રન્ટ પાકિસ્તાન હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. પાકિસ્તાનમાં સમારકામ પછી હિન્દુઓને મંદિર આપવામાં આવ્યું, મુસ્લિમ લોકોએ મંદિર પર કર્યો હતો હુમલો
  2. હિન્દુ સેનાના પ્રમુખે રસુલનગરને મીની પાકિસ્તાન કહ્યું, ગ્રામજનોએ SPને આવેદન આપ્યું
  3. અમદાવાદ શરણાર્થીઓને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં બન્યું મોખરે

ABOUT THE AUTHOR

...view details