ગુજરાત

gujarat

Rathyartra 2023: ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળી, 108 કળશમાં જળ ભરીને જળાભિષેક કરાયો

By

Published : Jun 4, 2023, 3:06 PM IST

ગજવેશમાં ભગવાન જગન્નાથ

અમદાવાદ જમાલપુર ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં 108 કળશમાંથી ભૂદરના જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

જગન્નાથની ભવ્ય જળયાત્રા

અમદાવાદ: દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથ રથયાત્રા ગુજરાત જ નથી પણ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ત્યારે અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરથી આષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. આજથી મંદિર ખાતે વિવિધ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી. જેના સંદર્ભ આજ ભગવાન જગન્નાથની જળયાત્રા, મહા જળાભિષેક, ગજવેશ દર્શન કરવામાં આવ્યા હતા.

સાબરમતી નદી કિનારે ગંગાપુજન: અમદાવાદમાં જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી હતી. જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી સવારે બળદગાડામાં 108 જેટલા કળશ મૂકીને સાબરમતી નદીના કિનારે આવેલ ભુદરના કાંઠે ગંગા પૂજન કરવામાં આવ્યું હતું. ગંગા પૂજન કર્યા બાદ તે તમામ કળશને નીજ મંદિર પરત લાવીને ષોડસોપચાર તેમજ મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. આ બાદ ભગવાન જગન્નાથને ગણેશજીના સ્વરૂપમાં અતિવિશિષ્ઠ ગણેશ શણગારથી સજવવામાં આવ્યા હતા.

બળદગાડા શણગારવામાં આવ્યા: ભગવાન જગન્નાથની રથયાત્રામાં જે પ્રમાણે તૈયારી કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે ભાવીભક્તો અને સેવકો દ્વારા ભગવાન જગન્નાથની જોડયાત્રામાં પણ ભારે ઉત્સાહપૂર્વક જોવા મળી રહ્યા હતા. જેમાં ખાસ કરીને ભગવાન જગન્નાથના 108 કળશમાં જે જળ લાવવાનું હતું. તે બળદગાડાને પણ ખાસ અલગ અલગ રંગથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ જળયાત્રામાં અલગ અલગ અખાડા વાળા, નાસિક ઢોલ, ભજન મંડળી સહિતના લોકો પણ જોડાયા હતા.

ગજવેશમાં ભગવાન જગન્નાથ:જગન્નાથ મંદિરમાં ભગવાનનો જળાભિષેક કર્યા પછી તેમની આરતી ઉતારવામાં આવી હતી. જોકે હવે 15 દિવસ સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. મંદિરમાં ભગવાનને વિશેષ ગજવેશથી શણગારવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શનનો લ્હાવો લઈ ગજવેશના દર્શન કર્યા હતા. ભગવાન બળભદ્ર અને જગન્નાથજીએ ગણપતિનું રૂપ ધરાવવામાં આવ્યું હતું.

ભગવાન હવે મોસાળ જશે: મંદિરમાં ભગવાનના જળાભિષેક પછી ભગવાનની ષોડસોપચાર પૂજા કરવામાં આવી હતી. તો આ સમગ્ર જળયાત્રા દરમિયાન જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. સાથે જ ભગવાન જગન્નાથને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તો હવે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગાર્યા પછી તેમને તેમના મોસાળ સરસપુર મોકલવામાં આવશે. અહીં તેઓ 15 દિવસ રોકાશે. ત્યારબાદ 18 જૂને મોસાળમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવશે. ત્યારપછી અષાઢી સુદ બીજના દિવસે એટલે કે 20 જૂને ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે.

  1. Rath Yatra 2023 : રથયાત્રામાં ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારો પર નજર રાખવા બનાવી ખાસ એપ્લિકેશન, જાણો કઈ રીતે થશે ભક્તોની સુરક્ષા
  2. Ratha Yatra 2023: રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, કોમ્યુનિટી પોલીસિંગની સાથે ટેકનોલોજીનો ઉપયોગ
  3. ભગવાન જગન્નાથના સાથે જોડાયેલા આ રહસ્યો વિશે શું તમે જાણો છો?

ABOUT THE AUTHOR

...view details