ગુજરાત

gujarat

Jagannath Temple: જગન્નાથ મંદિર પર અને રથ પર લાગવામાં આવતા કળશનું મહત્વ

By

Published : May 23, 2023, 12:18 PM IST

ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા આગામી તારીખ 20 જૂનના રોજ અમદાવાદ શહેરમાં નીકળશે. ભગવાન જગન્નાથ મંદિરની જેમ જ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી મંદિરના શિખર ઉપર કળશ લગાવવામાં આવે છે. તેવી જ રીતે ભગવાન જગન્નાથના રથ પર પણ કળશનું લગાવવામાં આવશે.

જગન્નાથ મંદિર પર અને રથ પર લાગવામાં આવતા કળશની મહત્વ
જગન્નાથ મંદિર પર અને રથ પર લાગવામાં આવતા કળશની મહત્વ

જગન્નાથ મંદિર પર અને રથ પર લાગવામાં આવતા કળશની મહત્વ

અમદાવાદ: ભગવાન જગન્નાથજીના ઓવારણા લેવા અમદાવાદીઓ તૈયાર છે. બેતાબ રીતે અમદાવાદીઓ ભગવાન જગન્નાથજીની નગરમાં રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના જમાલપુર ખાતે આવેલ ભગવાન જગન્નાથજીનું મંદિર ખૂબ જ ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે. છેલ્લા 146 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેર માંથી નીકળે છે. આ વર્ષે તારીખ 20 જૂનના રોજ ભગવાન જગન્નાથ શહેરની નગર ચર્યા નીકળશે. આ વખતે અંદાજિત 74 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને શહેરમાં નીકળશે. ત્યારે નવા રથનું રિહર્સલ કરી તમામ કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથના રથ પર પંચાતુના નવા કળશ પણ લગાવવામાં આવશે.આ કળશનું ખૂબ જ મહત્વ માનવામાં આવી રહ્યું છે.

15 કિલોનો એક કળશ: સમગ્ર ભારતમાં જગન્નાથપુરી અને અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરના શિખર પર સુદર્શન ચક્ર કળશ છે. જે રીતે મંદિરનો આકાર હોય છે તે જ પ્રમાણે ભગવાન જગન્નાથના રથનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી રથ પર પણ કળશ ચડાવવામાં આવે છે. નવા રથ પર ભગવાન જગન્નાથના સહિતના ત્રણેય રથ પર જગન્નાથપુરીમાં જે પ્રકારે કળશ હોય છે. તે પ્રકારે આ વખતે અમદાવાદના જગન્નાથજીના રથ પર કળશ મૂકવામાં આવશે. આ કળશને પંચ ધાતુના બનાવવામાં આવ્યા છે. તેમજ આ એક કળશનું વજન અંદાજે 15 કિલોથી પણ વધારે છે.

"આપણા સનાતન ધર્મમાં જે મંદિરો છે. તે મંદિરો ઉપર કળશ લગાવવામાં આવતા હોય છે. આ કળશનું દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરમાં જે કળશ છે તે સુદર્શન ચક્રનું પ્રતીક છે"-- મહેન્દ્ર ઝાં(જગન્નાથ મંદિરના ટ્રસ્ટી)

4 જૂન નીકળશે જળયાત્રા: આગામી તારીખ 4 જુનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સાબરમતી નદીના ભાદરને કાંઠે ગંગા પૂજન કરવામાં આવશે. ગંગા પૂજન બાદ 108 જેટલા કળશમાં જળ ભરીને મંદિર લાવી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમ મહંત પરમાનંદ સરસ્વતી મહારાજ રહેશે. આ ઉપરાંત યજમાન તરીકે પ્રોડક્શનના સની અશ્વિનભાઈ દેસાઈ અને સધી માતા પરિવાર છે. આ ઉપરાંત આ જળ યાત્રામાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના લોકો જોડાશે.

ABOUT THE AUTHOR

...view details