ગુજરાત

gujarat

Ahmedabad Crime : સરકારી જમીન પર દુકાન બાંધી વેચીને આચરી ઠગાઈ, દુકાન પર AMCનું બુલડોઝર ફરી વળતા ફૂટ્યો ભાંડો

By

Published : Jul 18, 2023, 10:31 PM IST

અમદાવાદના સરખેજમાં સરકારી જમીન પર દુકાન બનાવીને એક દુકાન 10 લાખમાં વેચી નાખવામાં આવી હતી. જે કોર્પોરેશન દ્વારા બાંધકામ ગેરકાયદેસર હોવાથી તોડી પાડવામાં આવ્યું હતું. બાદ ફરિયાદીએ બિલ્ડરે પાસે પૈસા પરત માંગતા ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું.

Ahmedabad Crime : સરકારી જમીન પર દુકાન બાંધી વેચીને આચરી ઠગાઈ, દુકાન પર AMCનું બુલડોઝર ફરી વળતા ફૂટ્યો ભાંડો
Ahmedabad Crime : સરકારી જમીન પર દુકાન બાંધી વેચીને આચરી ઠગાઈ, દુકાન પર AMCનું બુલડોઝર ફરી વળતા ફૂટ્યો ભાંડો

અમદાવાદ : મકરબાની સરકારી જમીન પર બાંધકામ કરી તેમાંની બે દુકાનો 20 લાખમાં વેચી દેનાર ત્રણ લોકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કોર્પોરેશન દ્વારા બાંધકામ ગેરકાયદેસર હોવાથી તોડી પાડવામાં આવતા સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો હતો. વેપારીએ બે દુકાન પેટે આપેલા 20 લાખ બિલ્ડર પાસે માંગતા બિલ્ડરે પૈસા ન આપ્યા અને વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. હાલ સરખેજ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : સરખેજમાં રહેતા ઈકબાલખાન પઠાણ શાહઆલમ ખાતે મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવી વેપાર કરે છે. ચાર વર્ષ પહેલા તેઓ જમીન લે-વેચ કરતા હતા, તે સમયે દાણીલીમડામાં રહેતા ઈરફાન શેખ સાથે સંપર્ક થયો હતો. આ દરમિયાન તેમની દુકાને આવતા રિયાઝ અહેમદ શેખ તેમજ સાજીદ શેખે મકરબાની જગ્યામાં રેસીડેન્સી તથા દુકાનોનું બાંધકામ કર્યા હોવાની વાત કરી હતી. સાથે જ જમીનના મુળ માલિક ઝુલ્ફીકાર પાસેથી જમીન ખરીદી બાનાખત અને હક્કપત્રો પણ બતાવ્યા હતા. સાથે જ એક દુકાન 10 લાખમાં વેચવાની વાત કરી હતી.

બે દુકાન ખરીદવાની વાત :જેથી ઈકબાલખાન પઠાણે બે દુકાન ખરીદવાની વાત કરી હતી. બાદમાં ઈકબાલખાને બે દુકાન પેટે 18 લાખ રોકડા તથા 2 લાખનો ચેક આપ્યો હતો. તેના બદલામાં રીયાઝ શેખે દુકાન વેચાણ કરાર તથા જનરલ પાવર ઓફ એટર્ની કરી આપી હતી. બાદમાં વર્ષ 2020 ડિસેમ્બરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ અનઅધિકૃત હોવાનું જણાવીને તોડી નાખ્યું હતું. જેથી ઈકબાલખાને આ બાબતે રીયાઝ તથા સાજીદને વાત કરી ત્યારે આ બંન્નેએ જમીનનો વેચાણ કરાર તથા પાવર કેન્સલ કરાવી દીધેલ હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે ઈકબાલખાને તપાસ કરાવી ત્યારે જમીન પર કોર્ટમાં દાવો ચાલુ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ અંગે ગુનો દાખલ કરી ત્રણમાંથી અઝહરુદ્દીન શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. આરોપીઓ સામે પુરાવાઓ એકત્ર કરી આગળની તપાસ હાથ ધરાશે.- વી.જે ચાવડા (PI, સરખેજ પોલીસ સ્ટેશન)

પૈસા પરત માંગ્યા : જેથી ઈકબાલખાને પૈસા પરત માંગ્યા ત્યારે બન્ને કોઈ જવાબ આપતા ન હતા. સાથે ઝહીરુદીન શેખે ઝુલ્ફીકાર પાસેથી આ જમીન ખરીદ કરેલી તે બાબતે માત્ર બાનાખત તથા કોર્ટ કમિશન કરાવેલ અને વેચાણ કરાર કે જનરલ પાવર ઓફ એટર્ની કરાવી ન હતી. જેથી આ મામલે ઈકબાલખાને સરખેજ પોલીસ સ્ટેશનમાં મોહંમદ સાજીદ શેખ, રિયાઝ અહેમદ શેખ અને ઝહરૂદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime : રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ નીકળ્યો, પૈસા લઈને મુંબઈ દમણ તરફ રફુચક્કર થતો
  2. Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં
  3. Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં

ABOUT THE AUTHOR

...view details