ગુજરાત

gujarat

Ahmedabad Fake Police : રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો

By

Published : Apr 14, 2023, 7:43 PM IST

અમદાવાદના ગીતા મંદિર પાસે નકલી PSI બની રોફ જમાવતો યુવક ઝડપાયો છે. આરોપીના સગા વ્હાલા પોલીસ કર્મીઓ હોવાથી આ શખ્સને પોલીસ બની રોફ જમાવવાનો ચસ્કો લાગ્યો હતો. ત્યારે નકલી પોલીસ બનીને લોકો અને દુકાનદારોને ધમકાવી આ શખ્સ રૂપિયા પડાવતો હતો.

Fake Police : રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો નકલી PSI પોલીસ ઝડપાયો
Fake Police : રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો નકલી PSI પોલીસ ઝડપાયો

અમદાવાદના ગીતા મંદિર પાસે નકલી PSI બની રોફ જમાવતો યુવક ઝડપાયો

અમદાવાદ : આમ તો પોલીસ બનવાના હર કોઈ યુવકોનાં સપના હોય છે. પણ જે પોલીસ નથી બની શકતા તેવા કેટલાય લોકો નકલી પોલીસ બની લોકો પર રોફ જમાવતા હોય છે. આવા નકલી પોલીસ બની ફરતા લોકો અસલી પોલીસના હાથે પકડાઈ જવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ ગીતા મંદિર ST સ્ટેન્ડ બહાર નકલી PSI બની રોફ જમાવતો અને પૈસા પડાવતો નકલી પોલીસ પકડાયો છે.

આરોપીના મામા અને મોટાભાઈ પોલીસમાં :અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ બહાર રિક્ષા અને લારી ગલ્લાઓ પર નકલી પોલીસ બનીને અશોક ચૌધરી નામનો શખ્સ રોફ જમાવતો હતો. આરોપી અશોક ચૌધરી બનાસકાંઠાના વાવ તાલુકાના રહેવાસી છે. તેઓ ફક્ત 10 ધોરણ પાસ છે. પરંતુ અશોક ચૌધરીનો મોટો ભાઈ તેમજ મામા SRP તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં નોકરી કરે છે. જેથી અશોક ચૌધરીને પોલીસ બનવાની ઈચ્છા હતી. જેથી તે નકલી PSI બની ફરતો અને રોફ જમાવતો હતો. ત્યારે ગીતામંદિર પોલીસને નકલી PSIની વાત ધ્યાને આવતા અશોક ચૌધરીની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો :Mahisagar Crime નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીને અસલી પોલીસે ચખાડી મજા

આરોપીના લગ્ન દોઢ મહિના પહેલા થયા : અસલી પોલીસે જ્યારે નકલી પોલીસ અશોક ચૌધરીની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે, અશોક ચૌધરીએ રાણીપ ગામમાં 3500 રૂપિયામાં પોલીસનો ડ્રેસ સિવડાવ્યો હતો. આરોપી અશોક ચૌધરીના લગ્નને હજી દોઢ મહિનો જ થયો છે. આરોપી અગાઉ 2021માં સાબરમતી પોલીસ મથકના એક ગુનામાં જેલમાં રહી ચૂક્યો છે. અમદાવાદમાં રહી આરોપી અશોક નકલી પોલીસ બની લોકો અને દુકાનદારોને ધમકાવી રૂપિયા પડાવતો હતો.

આ પણ વાંચો :Surat Crime : ગામમાં હાથમાં બંદૂક લઈને રોફ જમાવવો યુવકને પડ્યો ભારે

હાલ અસલી પોલીસ તપાસ કરી રહી છે :હાલ તો એસટી પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેના ધ્યાને આ નકલી પોલીસ આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. નકલી પોલીસે અન્ય કયા કયા લોકો કે દુકાનદારો પાસેથી પૈસા પડાવ્યા છે. અન્ય કોઈ જગ્યાઓ પર ગુનો આચાર્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details