ગુજરાત

gujarat

Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત, પોલીસે પશુ માલિક સામે નોંધ્યો ગુનો

By

Published : Feb 22, 2023, 5:24 PM IST

અમદાવાદના અમરાઇવાડીમાં રખડતાં ઢોરે અડફેટે લેતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક વૃદ્ધાના પરિવારજનોએ અમરાઇવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુ માલિક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત નોંધાયું, પોલીસે પશુ માલિક સામે ગુનો નોંધ્યો
Ahmedabad Crime : રખડતા ઢોરે અડફેટે લેતા વધુ એક મોત નોંધાયું, પોલીસે પશુ માલિક સામે ગુનો નોંધ્યો

16 ફેબ્રુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી

અમદાવાદ : રસ્તા ઉપર રખડતા ઢોર મામલે કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે અને આ મામલે કાર્યવાહીના આદેશ કર્યા છે. છતાં પણ હજુ પણ રોડ રસ્તા ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અનેક ઢોર લોકોનું જીવ પણ લેતા હોય તે પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે તેવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં બની છે.

પશુ માલિક સામે ગુનો નોંધાયોઅમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક ગાયે અડફેટે લેતા એક વૃદ્ધાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે, તે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે પશુ માલિક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો રખડતા ઢોરને ભગાવવું વૃદ્ધને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ

કોણે નોંધાવી ફરિયાદ અમદાવાદના લાંભા ગામમાં રહેતા 60 વર્ષીય ભોગીલાલ પરમારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ વર્ષ 2021માં નડિયાદ જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે નોકરીમાંથી નિવૃત્ત થયા હતા અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓના મામાના દીકરાનો પરિવાર અમરાઇવાડીમાં જોગેશ્વરી રોડ ઉપર રહેતો હોય અને વર્ષ 2018માં મામાનો દીકરો મરણ ગયેલો હોવાથી ફરિયાદીના 72 વર્ષીય ભાભી રેવીબેન વાઘેલા પરિવાર રહેતા હોય અને રેવીબેન શાકભાજીની લારી ઉપર સોસાયટીના નાકે વેપાર કરતા હતા.

આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, બધુ કાગળ પર છે

હરજીભાઈ રબારીની ગાયે શિંગડું માર્યું 12મી ફેબ્રુઆરી 2023ના રોજ બપોરના સમયે ફરિયાદીના ભાભી રેવીબેન હાટકેશ્વર ચાર રસ્તાથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતાં. તે વખતે જોગેશ્વરી રોડ ઉપર આવેલ લવકુશ બંગલા આગળ ચાલતા પસાર થઈ રહ્યા હતાં. તે સમયે એક ગાય દોડીને આવીને રેવીબેન વાઘેલાને પાછળથી શિંગડું માર્યું હતું અને તે બાદ તેમને નીચે પાડીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જેથી તે સમયે રેવીબેન ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે સારવાર દરમિયાન તેઓને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમજ હેમરેજ થતાં કોમામાં જતા રહ્યા હતા. જે બાદ પરિવારજનોને જાણ થઈ હતી કે રેવીબેન વાઘેલાને શિંગડું મારનાર ગાય જોગેશ્વરી રોડ આદર્શનગરમાં રહેતા હરજીભાઈ રબારીની હતી. જેથી આ સમગ્ર મામલે 16 ફેબ્રુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી.

21 તારીખે વૃદ્ધાનું મોત થયું જોકે 21મી ફેબ્રુઆરીના રોજ સવારે રેવીબેન વાઘેલાને તબીબે મૃત જાહેર કરતા સમગ્ર મામલે અંતે પરિવારજનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 304 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી હરજી રબારીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઇ જે. વી. રાઠોડે જણાવ્યું હતું કે 21મી તારીખે વૃદ્ધાનું મોત થયું છે અને આ મામલે ગુનો દાખલ કરી ઢોરના માલિકની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details