ગુજરાત

gujarat

Ahmedabad Crime : જુગારની શોખીન યુવતી સાથે લવ સેક્સ ઓર ધોકાની ઘટના, વિધર્મી યુવક સામે ફરિયાદ

By

Published : May 3, 2023, 4:43 PM IST

વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ મુસ્તકીમ પઠાણ નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જુગારની શોખીન આ યુવતીની એવા જ શોખીન આરોપી યુવક સાથે મિત્રતા હતી જે છેવટે ક્યાંની ક્યાં પહોંચી તે જાણો.

Ahmedabad Crime : જુગારની શોખીન યુવતી સાથે લવ સેક્સ ઓર ધોકાની ઘટના, વિધર્મી યુવક સામે ફરિયાદ
Ahmedabad Crime : જુગારની શોખીન યુવતી સાથે લવ સેક્સ ઓર ધોકાની ઘટના, વિધર્મી યુવક સામે ફરિયાદ

અમદાવાદ : અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને જુગાર રમવાનો શોખ હોય એક વર્ષ પહેલાં જુહાપુરાના એક યુવક સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવતીને પ્રેમીએ લગ્નની લાલચ આપી પોતાના ઘરે તેમજ હોટલમાં લઈ જઈ લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા હતા. અને પ્રેમી સાથે લગ્ન કરવા યુવતીએ પતિ સાથે છુટાછેડા પણ લીધા. જોકે અંતે પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

બે બાળકોની માતા હતી યુવતી :અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ વર્ષ 2012માં થયા હતા અને લગ્ન બાદ તે પતિ સાથે નરોડા ખાતે રહેતી હતી. લગ્ન જીવન થકી તેને એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો.

જુગારનો શોખ :યુવતીનેે જુગાર રમવાનો શોખ હોય એક વર્ષ પહેલા જુહાપુરાના મુસ્તકીમ પઠાણ નામના યુવક સાથે મુલાકાત થઈ હતી. તે પણ જુગાર અને નશો કરવાનો શોખીન હોય બંને વચ્ચે મિત્રતા થતા અવારનવાર ટેલિફોનિક વાતચીત કરતા હતા. જે બાદ દિવ્યાને જાણ થઈ હતી કે મુસ્તકીમ પઠાણ મુસ્લિમ છે અને તે પરિણિત છે, જેથી દિવ્યાએ પોતે પણ પરણિત હોવાની અને બે સંતાનોની માતા હોવાની મુસ્તકિમને જાણ કરી હતી.

આ પણ વાંચો હું પરણિત છું, મારે બે બાળકો છે, વિધર્મી યુવકે પ્રેમમાં દગો આપતા યુવતીએ જીવન ટુંકાવ્યું

યુવકે ઘેર લઇ જઇ સંબંધ બાંધ્યા : જે બાદ બંને વચ્ચે ટેલીફોનિક વાતચીત અને રૂબરૂ મુલાકાત થતા મિત્રતા વધી હતી અને મુસ્તકીમે દિવ્યાને વર્ષ 2022માં ડિસેમ્બર મહિનામાં એક દિવસ "તું મને બહુ ગમે છે અને તારી સાથે લગ્ન કરવા છે" તેમ કહીને જુહાપુરા ખાતે તેના ઘરે લઈ ગયો હતો. તેના ઘરે નીચેના માળે રૂમમાં લઈ જઈ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતાં. મુસ્તકીમ દ્વારા યુવતીને તે સમયે તેના ઘરે આશરે 20 દિવસ જેટલો સમય રાખવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન તે વારંવાર લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. તે સમય દરમિયાન યુવતીએ પતિ તેમજ માતાને જાણ કરી હતી કે તે હવે મુસ્તકીમ સાથે લગ્ન કરવાની છે અને તેની સાથે રહે છે.

પતિ છૂટાછેડા આપવા માટે તૈયાર : જે બાદ યુવતીએ મુસ્તકીમને લગ્ન કરવાની વાત કરતા તેણે કહ્યું હતું કે "તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે બાદમાં હું તારી સાથે લગ્ન કરીશ" જેથી યુવતી મુસ્તકીમના ઘરેથી તેની માતાના ઘરે ગઈ હતી. માતા તેમજ ભાઈ અને પતિને જાણ કરી હતી કે તે મુસ્તકીમ પઠાણ સાથે લગ્ન કરવાની છે અને મુસ્તકીમે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ પણ બાંધ્યા છે. જે કહેતા યુવતીનો પતિ તેને છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગયો હતો અને 1 ડિસેમ્બર 2022 ના રોજ તેણે પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતાં.

આ પણ વાંચો Ahmedabad Crime : ધર્મ પરિવર્તન, મારી નાખવાની ધમકી આપનાર વિધર્મી પતિ સહિત 3ની ધરપકડ

યુવકને રાજસ્થાન મોકલાયો હતો : જેના એક સપ્તાહ બાદ રાત્રિના સમયે મુસ્તકીમ યુવતીને મળ્યો હતો અને તેણે યુવતીને પોતાની સાથે ઉજાલા સર્કલ પાસે હોટલ રાજવી પેલેસ ખાતે લઈ ગયો હતો. ત્યાં યુવતીએ પોતાના છૂટાછેડા થઈ ગયા છે હવે તું ક્યારે લગ્ન કરીશ, તેમ કહેતા મુસ્તકીમે થોડા દિવસમાં લગ્ન કરી લઈશ તેવું કહીને યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જે બાદ બીજા દિવસે યુવતી તેના માતાના ઘરે ગઈ હતી. થોડા દિવસ બાદ યુવતીએ મુસ્તકીમને ફોન કરતા તેનો ફોન બંધ આવતા તે જુહાપુરા ખાતે તેના ઘરે પહોંચી હતી, ત્યારે તેને જાણ થઈ હતી કે મુસ્તકીમ પઠાણને નશા મુક્તિ કેન્દ્ર રાજસ્થાન ખાતે મોકલવામાં આવ્યો છે.

યુવકે પોત પ્રકાશ્યું :જે બાદ યુવતી મુસ્તકીમ પઠાણને મળવા માટે રાજસ્થાન ખાતે ગઈ હતી, પરંતુ ત્યાં તેને મુસ્તકીમને મળવા દેવામાં આવી ન હતી જેથી તે ઘરે પરત આવી ગઈ હતી. જે બાદ મુસ્તકીમ થોડાક દિવસ બાદ જુહાપુરા ખાતે આવી જતા 29 માર્ચ 2023 ના રોજ સવારના સમયે યુવતી મુસ્તકીમ પઠાણને મળવા માટે જુહાપુરા ખાતે તેના ઘરે ગઈ હતી. ત્યારે મુસ્તકીમે યુવતીને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ લગ્ન કરવાનું કહેતા મુસ્તકીમ ઉશ્કેરાયો હતો અને બે ત્રણ લાફા મારીને ગાળો આપી હતી. તે સમયે મુસ્તકીમે "મારે તારી સાથે લગ્ન કરવાના નથી અને તું હવે મારા ઘરે આવીશ તો તને જાનથી મારી નાખીશ" તે પ્રકારની યુવતીને ધમકી આપી હતી, જેના કારણે યુવતી ડરી જતા તે ઘરે જતી રહી હતી.

દુષ્કર્મની ફરિયાદ નોંધાવી :જે બાદ આ સમગ્ર મામલે યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુસ્તકીમ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપી યુવકની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી રાજવીએ જણાવ્યું હતું કે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details