ગુજરાત

gujarat

Ahmedabad Crime News : ખાનગી ટ્યુશન ચલાવતો નરાધમ શિક્ષક, સગીરા પર કર્યો દુષ્કર્મનો પ્રયાસ

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 6:32 PM IST

અમદાવાદ શહેરમાં એક નરાધમ શિક્ષકનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે સગીર વિધાર્થિની સાથે બે વખત છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ અંગે હાલમાં સગીરાએ ટ્યુશન ક્લાસીસ સંચાલક સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad Crime News
Ahmedabad Crime News

અમદાવાદ :ઈસનપુરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકે એકલતાનો લાભ લઇને સગીર વિધાર્થિની સાથે બે વખત છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસીસનો સંચાલક પોતાની કારમાં સગીરાને ફોસલાવી લો-ગાર્ડન લઈ ગયો હતો. ત્યાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સગીરાએ સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. આ અંગે સગીરાએ ટ્યુશન ક્લાસીસ સંચાલક સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોક્સો સહિતની કલમ હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

નરાધમ શિક્ષક : બનાવની મળતી વિગત અનુસાર ઈસનપુરમાં 15 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. તેમજ સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ભણવા જતી હતી. ટ્યુશન ક્લાસીસના સંચાલક આરોપીએ શરૂઆતમાં સગીરાને પોતાની વાતોમાં ફસાવવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન ગત ઓગસ્ટ મહિનામાં ટ્યુશન ક્લાસ પૂર્ણ થઈ ગયા હોવા છતા સંચાલક બહાનું કાઢીને તેને રોકી રાખતો હતો. ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની છેડતી કરતો હતો. તેમજ આરોપીએ સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાએ પ્રતિકાર કરતા આરોપીએ તેને છોડી દીધી હતી. જે બાદ સગીરા ગભરાઈ જતા કોઈને વાત કરી ન હતી.

આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ છે. આમાં એટ્રોસિટી દાખલ થઈ છે એટલે તપાસ DYSP અધિકારી જોડે છે. -- એ.પી ગઢવી (PI, ઈસનપુર પોલીસ સ્ટેશન)

સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ : જોકે આરોપી ટ્યુશન ક્લાસીસ સંચાલકે સગીરાને ફરીથી તેના ક્લાસના એક રૂમમાં પકડીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટના બાદ સગીરાએ ટ્યુશન ક્લાસમાં જવાનું બંધ કર્યું હોવા છતાં આરોપીએ તેને મળવા દબાણ કરતો હતો. ગત શનિવારે સવારે સગીરાને બહાર આવવાનું કહીને કારમાં બેસાડી લો-ગાર્ડન લઈ ગયો હતો.

આરોપી ઝબ્બે : આ અંગે સગીરાનો ભાઈને જાણ થતા તે કારનો પીછો કરીને ત્યાં ગયો હતો. તો આરોપી ક્લાસીસ સંચાલક સગીરાને તેમજ તેના ભાઈને ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. આ અંગે સગીરાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી જય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  1. Ahmedabad Crime News: અમદાવાદમાં ગેરકાયદેસર રહેતી યુગાન્ડાની મહિલા કોકેન વેચતી ઝડપાઈ
  2. Ahmedabad Crime News : હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને સાથે જોઈને અસામાજિક તત્વોએ કર્યો હંગામો

ABOUT THE AUTHOR

...view details