ગુજરાત

gujarat

Ahmedabad Crime News: અમદાવાદમાં ગેરકાયદેસર રહેતી યુગાન્ડાની મહિલા કોકેન વેચતી ઝડપાઈ

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 7:37 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોકેનની હેરાફેરી કરતા 3 આરોપીઓને રંગે હાથે ઝડપ્યા છે. અમદાવાદ શહેરના ભુદરપુરા વિસ્તારમાં 3 આરોપીઓ કોકેન પહોંચાડતા ઝડપી લીધા અને જેલભેગા કર્યા છે. આ પૈકી એક મહિલા યુગાન્ડાની છે જે પોતાના વિઝા સમાપ્ત થઈ ગયાં હોવા છતાં ગેરકાયદેસર રીતે ભારત રહેતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

યુગાન્ડાની મહિલા અમદાવાદમાં ડ્રગ્સ વેચતી ઝડપાઈ
યુગાન્ડાની મહિલા અમદાવાદમાં ડ્રગ્સ વેચતી ઝડપાઈ

Ahmedabad Crime News

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માદક દ્રવ્યોનો વેપાર વધી રહ્યો છે. જેને લઈને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. અનેક વાર આરોપી ઝડપાઈ જાય છે. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓને રંગે હાથે ઝડપ્યા છે.

યુગાન્ડાની મહિલાઃ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ત્રણ આરોપીઓ પૈકી એક યુગાન્ડાની મહિલા પણ છે. જે ભારતમાં ગેરકાયદેસર રહે છે. તેના વિઝા સમાપ્ત થઈ ગયા હોવા છતા તે ભારતમાં વસવાટ કરી રહી છે. આ મહિલાને ક્રાઈમ બ્રાન્ચે કોકેન વેચતા રંગે હાથે પકડી છે.

કારમાં સોદો થઈ રહ્યો હતોઃ આરોપી શાલીન શાહ તથા આદિત્ય પટેલએ મુંબઈ ખાતે રહેતા સિલ્વેસ્ટર પાસેથી કોકેન મંગાવ્યું હતું. આ કોકેન આપવા માટે યુગાન્ડાની મહિલા અસિમુલ રચેલ અમદાવાદ આવી હતી. તેણી આરોપી આદિત્ય પટેલની કારમાં બેસીને કોકેનનું વેચાણ કરતી હતી. આ સોદા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને રંગે હાથ પકડ્યા હતા.

આરોપીઓ પાસેથી 50.750 ગ્રામ કોકીનનો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત 4,06,000 રૂપિયા જેટલી થાય છે. આ સાથે રૂ.1,70,000ની કિંમતનો મોબાઈલ, રૂ.500ની કિંમતનું લેડિઝ પર્સ અને રૂ.20 લાખની ટોયટા કાર જપ્ત કરાઈ છે. આમ કુલ રૂ. 29 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે...ચૈતન્ય માંડલિક (DCP, ક્રાઇમ બ્રાન્ચ)

ભુદરપુરામાં થતા હતા સોદાઃ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અમદાવાદના ભુદરપૂરા ખાતે વોચ ગોઠવી હતી. તે સમયે ત્રણ વ્યક્તિ કોકીન સોદા માટે એકઠા થવાના છે તેવી બાતમી મળી હતી. જેમાં મુંબઈથી ડ્રગ્સ ગુજરાતમાં વેચાણ થવાનું છે તેવી માહિતી હતી. મહિનામાં પાર્ટી કરવા માટે મહિનામાં 1 વખત આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ મંગાવાતા હતા.

છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતીઃઆરોપીઓ અમદાવાદ શહેરના બહાર આવેલ ફાર્મ હાઉસમાં જઈને પાર્ટી કરવાના હતા. અત્યાર સુધી યુગાન્ડાની આ મહિલા 8 વખત ડ્રગ્સ આપવા માટે અમદાવાદ આવી ચૂકી છે. જેમાં મોટાભાગે સોદો ભુદરપૂરા ખાતે જ કરવામાં આવતો હતો. યુગાન્ડા મહિલા મેડિકલ વિઝા પર ભારત આવી હતી. આ લોકો પાર્ટી કરવા માટે માત્ર નજીકના મિત્રોને બોલાવવામાં આવતા હતા. જ્યારે યુગાન્ડાના મહિલાને અમદાવાદની એક ટ્રીપ માટે 10 હજાર રૂપિયા સાથે હોટલનો ખર્ચો આપવામાં આવતા હતા. આ ડ્રગસ આફ્રિકાથી આવતું હોય છે.

  1. ફરી પકડાયું મેફેડ્રોન, ડ્રગ્સની ડિલીવરી પહેલાં જ ડ્રગ્સ ડિલરોને પકડવામાં પોલીસ સફળ
  2. SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details