ગુજરાત

gujarat

Ahmedabad Crime News : રથયાત્રા પહેલા ખાખીએ હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપ્યું, UPથી માલ લાવી ગુજરાતમાં થતું વેચાણ

By

Published : Jun 6, 2023, 5:54 PM IST

અમદાવાદમાં રથયાત્રા પહેલા હથિયારોની હેરાફેરી કરનાર બે શખ્સોની ધરપકડ થઈ છે. આ શખ્સો ઉત્તરપ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં વેચાણ કરતા હતા. જેમાં એક આરોપી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજારમાં વેચવાનો હતો. ત્યારેે કેવી રીતે આ શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી જૂઓ.

Ahmedabad Crime : રથયાત્રા પહેલા ખાખીએ હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપયું, UPથી માલ લાવી ગુજરાતમાં વેચાણ
Ahmedabad Crime : રથયાત્રા પહેલા ખાખીએ હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપયું, UPથી માલ લાવી ગુજરાતમાં વેચાણ

રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચે હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપયું

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હથિયારની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં વેચવાનું આયોજન કર્યું હતું. બે હથિયારોનો સોદો પણ કરી નાખ્યો હતો, જોકે અન્ય હથિયારની ડિલિવરી થાય તે પહેલાં તેઓને પકડી પાડવામાં આવ્યા છે.

શુુુું હતો સમગ્ર મામલો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના PI પી.કે ગોહિલની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડામાં અમુક શખ્સો હથિયારો સાથે પસાર થવાના છે. જેથી બાતમીના આધારે દાણીલીમડા કોઝી હોટલ રોડ, શંભુ ટેકસટાઇલની સામે, ખ્વાજાનગર નાકા પાસેથી બે પિસ્ટલ અને પાંચ દેશી બનાવટના તમંચા અને 15 કારતુસ સાથે સાબાદઆલમ શેખ તેમજ રબનવાઝ ખાન પઠાણ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.

ઉત્તરપ્રદેશથી હથિયારોની ખરીદી :આ ગુનામાં ઝડપાયેલો આરોપી સાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. તે ઉત્તરપ્રદેશના કાનપુરથી આ તમામ હથિયારો ખરીદી લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. સાબાદ પાસેથી બે હથિયાર રબનવાઝ પઠાણે 35 -35 હજારમાં ખરીદ્યા હોવાની હકીકત ખુલતા તે બંને હથિયારો પણ કબ્જે કર્યા છે.

હથિયાર ખરીદવા પાછળનું કારણ : પકડાયેલો આરોપી કાનપુરથી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજાર રૂપિયામાં વેચવાનો હતો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે, આરોપી આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ- શોખ માટે આ હથિયાર ખરીદવાના હતા. આરોપી આ હથિયાર યુપીથી લક્ઝરી બસમાં લાવ્યો હોવાની પણ બાબત સામે આવી છે.

રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચે બંને શખ્સોને ઝડપીને ગુજરાતમાં હથિયારોની સોદાબાજીનો પર્દાફાશ કર્યો છે. આ અંગે આરોપીઓ પાસેથી હથિયાર ખરીદનાર અને અગાઉ સોદાબાજી થઈ છે કે કેમ એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.- ચૈતન્ય મંડલીક (DCP, ક્રાઈમ બ્રાન્ચ)

ક્રાઈમ બ્રાન્ચની કડક તપાસ : હથિયાર ખરીદનાર કોણ છે સાથો સાથ યુપીમાંથી આ હથિયાર આરોપીઓને કોણે આપ્યા છે અને આરોપીઓ આ પહેલા કેટલા હથિયારો યુપીથી લાવીને ગુજરાતમાં વેચી ચૂક્યા છે, તે તમામ પાસાઓ અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આ મામલે ઝડપાયેલો આરોપી સાબાદ અગાઉ પણ એક ગુનામાં ઝડપાયેલો હોવાની હકીકત ખુલતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

  1. Ahmedabad Police: રથયાત્રા પહેલા NDPS ના ગુનેગારોના ત્યાં પોલીસના દરોડા, અલગ અલગ વિસ્તારમાંથી ગાંજા સાથે ઝડપાયા ગુનેગાર
  2. Ahmedabad Rath Yatra 2023: અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસે 70થી વધુ ગાડીઓ સાથે યોજી ફ્લેગમાર્ચ
  3. Ahmedabad Crime : રથયાત્રા પહેલા ખાખી એક્શનમાં, વહેલી સવારે કોમ્બિંગમાં આટલા ગુનેગાર ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details