અમદાવાદ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ(એડીઆર)એ લેટેસ્ટ અહેવાલ પ્રકાશિત (ADR Report on New Ministers ) કર્યો છે. આ અહેવાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત નવા પ્રધાનમંડળના (Bhupendra Patel New Government 2022 )જે ધારાસભ્યો છે, તે અંગેની સંપૂર્ણ વિગતો જાહેર કરી છે. આ ધારાસભ્યોએ પોતે રજૂ કરેલ સોંગદનામામાં આ વિગતો મુકેલી છે. જેનું એનાલિસીસ કરતો એડીઆરનો અહેવાલ (ADR Report 2022 )છે.
ગુનાઈત ઇતિહાસભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં (Bhupendra Patel New Government 2022 ) 17માંથી 4(24 ટકા) પ્રધાનો સામે ગુના દાખલ થયેલા (Criminal record in new ministers ) છે તેવું તેમણે તેમના સોંગદનામામાં જણાવ્યું છે. નવા પ્રધાનોમાં ક્રિમિનલ રેકોર્ડ એટલે કે ગુનાઈત ઈતિહાસ ધરાવતા પ્રધાનો છે હર્ષ સંઘવી, પરસોત્તમ સોલંકી, રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલ. આ ચારમાં ગંભીર ગુના ધરાવતાં પ્રધાનોમાં પરસોત્તમ સોલંકી છે, જેમની સામે આઇપીસી 420, આઈપીસી 467 અને આઈપીસી 477 મુજબ ગુનો નોંધાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂના પ્રધાનમંડળમાં 7 પ્રધાનો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હતાં અને તેમાંથી 3 પ્રધાનો સામે ગંભીર ગુનો દાખલ (ADR Report on New Ministers ) હતો.
કરોડપતિ પ્રધાનો નવી સરકારમાં 17 પ્રધાનોમાંથી 16 પ્રધાનો કરોડપતિ (millionaire among new ministers )છે. આ 17 પ્રધાનોની સરેરાશ મિલકત રૂપિયા 32.70 કરોડ થવા જાય છે. ગત પ્રધાનમંડળમાં સામેલ પ્રધાનોની સરેરાશ મિલકત રૂપિયા 3.95 કરોડ હતી. સૌથી વધુ મિલકત ધરાવતાં પ્રધાન બળવંતસિંહ રાજપુત(સિદ્ધપુર)ની મિલકત રૂપિયા 372.65 કરોડ છે, જે સૌથી વધારે છે. સૌથી ઓછી મિલકત ધરાવનાર પ્રધાન બચુભાઈ ખાબડ(દેવગઢબારિયા) છે, તેમની કુલ મિલકત રૂપિયા 92.85 લાખ (ADR Report on New Ministers ) છે.