ગુજરાત

gujarat

યુટ્યુબ ચેનલમાં ખોટા ન્યૂઝ પ્રસારિત કરતા આરોપીની થઈ ધરપકડ

By

Published : Jul 10, 2022, 1:53 PM IST

આજકાલ યુટ્યુબ એ એક પ્રકારનું કમાણીનું સાધન છે. લોકો યુટ્યુબ પર તેમના એકાઉન્ટ્સ બનાવે છે અને તેના પર તેમના શો ચલાવે છે. યુ ટ્યુબ એ અન્ય તમામ એપ્લિકેશન્સમાં એક પ્રખ્યાત સાઇટ છે, પરંતુ કેટલીકવાર તેઓ ખોટી માહિતી (False news on you tube) પ્રકાશિત કરે છે જે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. આવું જ કઈક બન્યું છે, અમદાવાદમાં નિકળેલ રથયાત્રા દરમિયાન.

યુટ્યુબ ચેનલમાં ખોટા ન્યૂઝ પ્રસારિત કરતા આરોપીની થઈ ધરપકડ
યુટ્યુબ ચેનલમાં ખોટા ન્યૂઝ પ્રસારિત કરતા આરોપીની થઈ ધરપકડ

અમદાવાદ:ગુજરાતની પોલીસને સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી જેથી કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા (Social Media) પર અપમાનજનક સંદેશાઓ, ફેક ન્યૂઝ, ફોટા કે વીડિયો ન ફેલાવે. તે મુજબ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલના અધિકારીઓ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વોચ રાખી રહ્યા હતા. રથયાત્રા દરમિયાન લોકોમાં ભય ફેલાય અને બે કોમ વચ્ચે તંગદિલી વધે તેવા આશયથી અમદાવાદમાં રથયાત્રા (Rathyatra in Ahmedabad) દરમિયાન આતંકી હુમલો થયો તેવા ભ્રામક અને ખોટા સમાચાર યુ ટ્યુબ ચેનલો પર પ્રસારિત કરતા પાંચ ખાનગી યુ ટ્યુબ ચેનલના માલિકો સામે સાયબર ક્રાઈમ પોલીસે (Ahmedabad Cyber Crime branch) ગુનો દાખલ કરીને ત્રણની ધરપકડ કરી છે.

યુટ્યુબ ચેનલમાં ખોટા ન્યૂઝ પ્રસારિત કરતા આરોપીની થઈ ધરપકડ

આ પણ વાંચો:Ambaji Parikrama Path Yatri : પરિક્રમા પથના લીધે યાત્રીઓ વધ્યાં, હવે અંબાજી મંદિર કોમ્પ્લેક્સ નિર્માણનું પ્લાનિંગ જાણો

ખોટા સમાચાર ફેલાવતી યુ ટ્યુબ ચેનલો:પોલીસને કેટલીક યુ ટ્યુબની ચેનલોની લિંક મળી હતી. જેમાં ખોટા સમાચારમાં રથયાત્રામાં આતંકવાદી હુમલો થયો જેમાં 20 લોકો ઘાયલ થયા બે બાળકો દટાઈ ગયા, રથયાત્રામાં આગ લાગતા બધુ સળગી ગયું, રથયાત્રામાં થયો મોટો ધડાકો, આખું દ્વારકા ભારે વરસાદમાં તણાઈ ગયું જેવી માહિતી યુ ટ્યુબ પર અપલોડ કરનારા (False news on you tube) યુ ટ્યુબ ચેનલના પાંચ સંચાલકો સામે ગુનો નોંધી સુરેશભાઈ પરમાર, સુરેશ લુહાર અને આનંદ દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જીગર ધામેલિયા તારાભાઈ ઘાંચીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પૈકી સુરેશ પરમાર કરિયાણાની દુકાન ધરાવે છે, સુરેશ લુહાર અને જીગર ધામેલિયા અભ્યાસ કરે છે.

આ પણ વાંચો:સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ આવાસ કર્મચારીઓએ પૈસા કમાવા મકાનો ભાડે ચડાવ્યાં

લાખે રુપિયાની કમાણી કરી: પૈસા કમાવા યુ ટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી. જેમાં આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આરોપીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા કમાવાની લાલચમાં આ યુ ટયુબ ચેનલો બનાવી હતી. જેમાં સનસનાટી ફેલાવી પોતાની ચેનલને વધુ લાઈક મળે તે માટે ખોટા ભ્રામક સમાચારો પ્રસારિત કર્યાં હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ. આરોપીઓ પૈકી સુરેશ પરમારે યુ ટ્યુબ ચેનલ થકી વાર્ષિક એક લાખની, સુરેશ લુહારે 60 હજારની અને જીગર ધામેલિયાએ વાર્ષિક દોઢ લાખની કમાણી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details