ગુજરાત

gujarat

આમ આદમી પાર્ટીની દિલ્હીમાં જીત, ગુજરાતમાં વિજય ઉત્સવ

By

Published : Dec 7, 2022, 9:39 PM IST

દિલ્હી નગરપાલિકામાં ( AAP WIN MCD ) આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજયનો ઉત્સવ ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદ (AAP Gujarat Office ) ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ ઉજવ્યો હતો.

આમ આદમી પાર્ટીની દિલ્હીમાં જીત, ગુજરાતમાં વિજય ઉત્સવ
આમ આદમી પાર્ટીની દિલ્હીમાં જીત, ગુજરાતમાં વિજય ઉત્સવ

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે આજે દિલ્હીમાં નગરપાલિકા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં આમ આદમી પાર્ટીએ પૂર્ણ રીતે બહુમત ( AAP WIN MCD )બનાવીને સત્તા પોતાને નામે કરી છે. દિલ્હીના જીતનો ઉત્સવ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ એકબીજા ને મીઠાઈ ખવડાવીને ફટાકડા ફોડી વિજય ઉત્સવ(AAP Gujarat Office ) ઉજવ્યો છે.

ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ ઉજવ્યો

દિલ્હીની જનતાએ ભાજપનો જાકારો આપ્યો આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિમાંશુ ઠક્કરે (Aam Aadmi Party spokesperson Himanshu Thakkar ) જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના MCD પર કબજો હતો. જેના કારણે દિલ્હીની જનતા ખૂબ જ કંટાળી ગઈ હતી.અનેક પ્રકારની ફરિયાદો હતી. પરંતુ ભાજપે મીડિયા અને પૈસાના પાવરના દમ પર ગમે તેમ કરીને સરકાર બનાવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દિલ્હીની જનતાએ તેમને જાકારો આપ્યો છે. દિલ્હીની જનતાએ જણાવ્યું છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર જે આરોપ હતા તે તમામ ખોટા હતાં. દિલ્હીની જનતા ( AAP WIN MCD )ખુશ છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખુશ જોવા મળી રહ્યાં છે.

અમદાવાદ કાર્યાલયમાં ઉત્સવનો માહોલ આજે પરિણામ ( AAP WIN MCD )જાહેર થવાનું હોવાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય સવારે વહેલી સવારથી જ આવીને ઉત્સવ મનાવી રહ્યા છે. એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. ગુજરાતમાં પણ જીતની ખૂબ સારી આશા છે. આવતીકાલે આમ આદમી પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ જઈ રહી છે. 27 વર્ષથી ગુજરાતી જનતાએ ગુજરાતની તિજોરીની ચાવી ભારતીય જનતા પાર્ટીને સોંપી હતી. પરંતુ ગુજરાતની જનતાને કાંઈ જ મળ્યું નથી. તેમ છતાં ત્રણ લાખ કરોડનું દેવું આજ ગુજરાતના માથે છે. ગુજરાતમાં જનતા કંટાળી ગઈ છે. એટલે જ આ વખતે ગુજરાતમાં મતદાન ઓછું જોવા મળી રહ્યું હતું.

એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે તેમણે વધુમાં (Aam Aadmi Party spokesperson Himanshu Thakkar ) ઉમેર્યુ હતું કે હાલમાં જે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે તે ખોટા છે. ભૂતકાળમાં પણ આવા અનેક એક્ઝિટ પોલો ખોટા સાબિત થયા છે. અને આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે એક્ઝિટ પોલ દર્શાવવામાં આવી રહ્યા છે તે પણ ખોટા સાબિત થશે. અરવિંદ કેજરીવાલ એ જે માત્ર ગેરંટી સુધી નથી. પરંતુ તેમનો મુખ્ય સિદ્ધાંત જડમુળમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે. અને તે એક મજબૂત લોકતંત્રને સ્થાપિત કરવા માંગે છે. આજ વિચારધારા સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં (AAP Gujarat Office ) કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details