ગુજરાત

gujarat

અમદાવાદમાં નોકરીથી ઘરે જઈ રહેલા યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઇ

By

Published : Sep 6, 2020, 9:26 AM IST

શહેરના SG હાઇવે પાસે ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી હતી. નોકરી પરથી પરત ઘરે જતા વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીં હત્યા કરી દેવામાં આવી છે. સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad Police
Ahmedabad Police

અમદાવાદઃ શહેરના SG હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય પ્રમોદ પટેલની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને આ જગ્યાએથી 100 મીટર અંતરે એક ફાર્મ હાઉસમાં નર્સરી તરીકે નોકરી કરતો હતો.

Ahmedabad Police

શનિવારે સાંજના સમયે મૃતક પ્રમોદ નોકરી પરથી પોતાના ઘરે જવા નીકળ્યો હતો, ત્યાં જ ફાર્મ હાઉસ નજીક અવવારું રોડ પર પ્રમોદ હત્યા કરવામાં આવી છે. વહેલી સવારે ફાર્મ હાઉસના માલિકે પ્રમોદની લોહી લુહાણ હાલતમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. મૃતક પ્રમોદ પટેલની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ મૃતક પ્રમોદના માથા અને ગળાના ભાગે ઉપરા છાપરી તીક્ષ્ણ હત્યારાના ઘા ઝીંકી હત્યા કરી હતી.

વધુમાં પોલીસે હત્યાના ક્રાઈમ સીન પર તપાસ કરતા અનુમાન લગાવી રહ્યા છે કે, મૃતક અને હત્યારા વચ્ચે પહેલા ઝપાઝપી થઈ હશે અને બાદમાં પ્રમોદની હત્યા કરી દેવામાં આવી હશે. કારણ કે, મૃતક પ્રમોદનું ટુ વ્હીલર વાહન દૂર પડ્યું હતું અને મૃતદેગ દૂર પડ્યો હતો. જો કે મૃતકે પહેરેલા સોનાના દાગીના અને પૈસા સાથે જ હતા, પરંતુ વાહનની ચાવી અને મોબાઈલ ગુમ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય મૃતક પ્રમોદના બીજા લગ્ન થયા છે અને પત્નીની ઉંમર 25 વર્ષીય છે. જે માણેકબાક વિસ્તારમાં રહે છે. પોલીસ પ્રાથમિક તપાસમાં હત્યા કોઈ નજીકના વ્યક્તિએ કરી હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ, સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details