ગુજરાત

gujarat

9 years of PM Modi Govt : અમદાવાદમાં GIDC તેમજ ઔધોગિક એકમોના ડાયરેક્ટર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

By

Published : Jun 25, 2023, 5:04 PM IST

ગુજરાતની વિવિધ જીઆઇડીસી તેમજ ઔધોગિક એકમોના ડાયરેક્ટર તેમજ કેન્દ્રીય પર્યાવરણ પ્રદાન ભુપેન્દ્ર યાદવ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સરકાર પર્યાવરણની સુરક્ષા ને ધ્યાનમાં લઈને અનેક પ્રકારના મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 9 વર્ષમાં 15861 સ્કવેરમિમીટર ગ્રીન કવર વગ્યું છે.

Etv Bharat9-years-of-pm-modi-govt-dialogue-program-between-director-of-various-gidc-and-industrial-units-of-gujarat-bhupendra-yadav
9-years-of-pm-modi-govt-dialogue-program-between-director-of-various-gidc-and-industrial-units-of-gujarat-bhupendra-yadav

GIDC તેમજ ઔધોગિક એકમોના ડાયરેક્ટર સાથે સંવાદ કાર્યક્રમ

અમદાવાદ: કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સરકારના 9 વર્ષ પૂર્ણ થતા 9 વર્ષમાં કરેલા કામો લોકોની સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે. તમામ નેતા ધારાસભ્ય અલગ અલગ વિધાનસભામાં જઈને સભાઓ કરી પ્રજાલક્ષી અને ગરીબ કલ્યાણ લોકો માટે કરેલા અનેક કામોના આંકડાકીય માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે આજ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ અધ્યક્ષતામાં ગુજરાતની અલગ અલગ જીઆઇડીસી તેમજ ઔદ્યોગિક એકમોના ડાયરેક્ટર સાથે એક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.

પર્યાવરણ બચાવવાનું ખૂબ જરૂરી:કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવએ જણાવ્યું હતું ગ્રીન ગ્રોથએ વિશે ખૂબ જ સારો છે વિકાસ અને સંરક્ષણ પણ તેમાં ખૂબ જ જરૂરી છે. આવનાર સમયમાં લોકો એવું વિચારી રહ્યા છે કે પર્યાવરણ સમાપ્ત થઈ જશે તો ટેકનોલોજી બધું થઈ શકે છે પરંતુ તે વાત ખોટી છે. આજના સમયમાં ધરતી પરનું ટેમ્પરેચર ખૂબ જ વધી રહ્યું છે. એનર્જી વગર વિકાસ નથી પરંતુ એનર્જી માટે ઓપ્શન હોવા પણ ખૂબ જ જરૂરી છે. જેથી શક્ય હોય તેટલો પ્રદૂષણને થતું અટકાવવું ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષા પર ખૂબ જ મહત્વના કામો કર્યા છે ડિઝાસ્ટર માટે પણ અર્લી મોર્નિંગ સિસ્ટમ બનાવી છે.

નમામી ગંગે પ્રોજેકટ:વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ દેશની પવિત્ર નદી તેમજ તેની ઉપ નદીઓના પ્રદૂષણને રોકવા માટે નમામિ ગંગે નામનું એક પ્રોજેક્ટ શરૂઆત કરવામાં આવી હતી. જેથી નદીઓમાં થતું પ્રદૂષણ ને અટકાવી શકાય. આ નદીઓથી ભારતની 40% જેટલી વસ્તીમાંથી પસાર થાય છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા 2019 20 માં નદી ની સફાઈ માટે 20,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા. સરકારે વધુ ચાર ગણો બજેટમાં વધારો કર્યો હતો ભારત સરકાર દ્વારા નમામિ ગંગે મિશન2 ની મંજૂરી આપી છે. જે 2026 સુધી 22,500 કરોડના ખર્ચે ગંગાના પાણીની સારવાર ઘન કચરાનું વ્યવસ્થાપન નદીના આગળના ભાગમાં વ્યવસ્થાપન વનીકરણ જૈવ વિવિધતા સરક્ષણ પર કામ કરવામાં આવશે.

વાઘની સંખ્યામાં વધારો:1 એપ્રિલ 2023ના રોજ ભારત પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત 50 વર્ષ પૂર્ણ કર્યા છે. 1973માં ટાઈગર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં વાઘની વસ્તી બમણી જોવા મળી રહી છે. 2006માં 1411 જેટલા વાઘની વસ્તી હતી. જે વધીને 2018માં 2967 થઈ હતી. જ્યારે 2022માં 3167 સુધી વાઘની વસ્તી પહોંચી છે. આ ઉપરાંત ભારત સરકારે ભારત ઇન્ટરનેશનલ બીગકેટ એલાન્સની પણ શરૂઆત કરી છે. જે માત્ર ઘરે જ મોટી બિલાડીઓને બચાવવા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શિકાર અને ગેરકાયદેસર વન્ય પ્રાણીના વેપાર રોકવાનો પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  1. Ahmedabad News: હીરણ નદીના પ્રદૂષણનો મામલે હાઇકોર્ટે જાહેર જનતાની તકલીફને ધ્યાનમાં રાખીને સરકારને કરી માર્મીક ટકોર
  2. Junagadh news: ઔદ્યોગિક એકમોનું પ્રદૂષણ અને લાઈટ-લાઇન ફિશિંગને કારણે દરિયામાં માછલીની સંખ્યામાં ઘટાડો

ABOUT THE AUTHOR

...view details