ગુજરાત

gujarat

Ahmedabad Crime: દેશની અલગ અલગ કંપનીઓની 8 હજાર ઈ મેઈલ આઈડી નાઇઝીરિયન હેકર્સે કરી હેક, સાયબર ક્રાઇમે આપ્યું સૂચન

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 11:51 AM IST

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા હાલમાં જ કરેલા એનાલિસિસમાં સાયબર હેકરો દ્વારા દેશની હેકરોના નિશાના પર ભારતની 700થી વધુ કંપનીઓનો ડેટા હોવાનો ખુલાસો થયો હતો. જે તપાસમાં સાયબર ક્રાઈમને 8 હજારથી વધુ ઇમેઇલ આઈડી પણ હેક થઈ હોવાનું ખુલ્યું છે. જેથી સાયબર ક્રાઇમે મળી આવેલી તમામ ઈ મેઈલ આઇડી ધારકોને અને અન્ય ધારકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે.

દેશની અલગ અલગ કંપનીઓની 8 હજાર ઈમેઈલ આઈડી નાઇઝીરિયન હેકર્સે કરી હેક,  સાયબર ક્રાઇમે આપ્યું સૂચન
દેશની અલગ અલગ કંપનીઓની 8 હજાર ઈમેઈલ આઈડી નાઇઝીરિયન હેકર્સે કરી હેક, સાયબર ક્રાઇમે આપ્યું સૂચન

દેશની અલગ અલગ કંપનીઓની 8 હજાર ઈમેઈલ આઈડી નાઇઝીરિયન હેકર્સે કરી હેક, સાયબર ક્રાઇમે આપ્યું સૂચન

અમદાવાદ: સાયબર ઠગાઈ કરતી નાઇઝીરિયન ગેંગ દ્વારા અમદાવાદ સહિત દેશભરની હજારો કંપનીઓની ઈમેઈલ આઈડી હેક કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ સાબર ક્રાઈમમાં છેલ્લા છ વર્ષમાં મળેલી ફરિયાદોનો અભ્યાસ કરવામાં આવતા સાયબર ગઠિયાઓ છ સરકારી વિભાગ તેમજ સામાન્ય નાગરિકો અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓના આર્થિક વ્યવહારોની માહિતીઓ મેળવી ચૂક્યા હોય અને તે માહિતીનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વેપાર ધંધા સાથે સંકળાયેલા બેંક ખાતાઓની વિગતો અને ફિશિંગ ઈમેલ થકી મેળવીને કરોડો રૂપિયાના વ્યવહાર કરીને છેતરપિંડી આચરી રહ્યા હોય અને તે કંપનીના જ હેકિંગ કરેલા મેલથી ગ્રાહકોના ઇમેલમાં માલવેર સેન્ડ કરીને પણ છેતરપિંડી આચરતા આવવાનું સામે આવ્યું છે.




"આ હેકિંગ થી બચવા સમયાંતરે ઇમેઇલ આઇડી પાસવર્ડ બદલતા રહેવું જોઈએ, તેમજ કોઈ પણ અજાણી લિંક કે અજાણ્યા મેસેજ પર આવતી લિંક ન ખોલવી જોઈએ. એન્ટી વાયરસથી તમામ ફાઈલો સ્કેન કરવી જોઈએ"-- જે.એમ યાદવ, ACP, (સાયબર ક્રાઈમ, અમદાવાદ)

ઉકેલવા માટેની કામગીરી: અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે એક ખાસ ટેકનીકલ ટીમ દ્વારા આ પ્રકારના ગુનાઓની મોડસ ઓપરેન્ડી અને તેને ઉકેલવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. તેવામાં સાયબર ઠગ દ્વારા 8 હજાર જેટલી અલગ અલગ ઇમેલ આઇડી ઉપર વોચ રાખીને તેમના ઈમેલ કોમ્પ્યુટર ઉપર માલવેર વાયરસ સેન્ડ કરવામાં આવ્યા આવવાની હકીકત સામે આવી છે. બેંક એકાઉન્ટની વિગતોમાં ચેડા કરીને પેમેન્ટ મેથડ બદલી અને સીમ સ્વેપિંગ જેવા ગુનાઓ આગામી દિવસોમાં બને તેવી શક્યતા સેવાઇ રહી છે.

ઇમેલ આઇડી અને પાસવર્ડ સિક્યોર: હાલમાં સાયબર ક્રાઇમ જે ઇમેલ આઇડી હેક થયો છે. તે તમામ આઈડીના ધારકો તેમજ કંપનીઓની માહિતી મેળવવાની કામગીરી હાથ ધરી છે અને તેઓને જાણ કરીને ઇ મેલ આઇડી અને પાસવર્ડ સિક્યોર કરવા માટેની તજવીજ શરૂ કરી છે. નાઈજીરીયન હેકર્સ દ્વારા અનેક મોટી કંપનીઓને પણ ટાર્ગેટ બનાવવામાં આવી હોય જોકે આ મામલે સાયબર ક્રાઇમ એ વધુ તપાસ હાથ ધરી છે.

  1. Ahmedabad Crime: અમદાવાદમાં 60 લાખના ડ્રગ્સ કેસમાં સામેલ બે આરોપીઓ ઝડપાયા, રિમાન્ડ મેળવી તપાસ શરૂ
  2. Ahmedabad Crime: અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં નવો વળાંક, જાણો કેવી રચાયો સમગ્ર ખેલ

ABOUT THE AUTHOR

...view details