ગુજરાત

gujarat

કોરોનાના XBB.1.5 વેરિયન્ટના અમદાવાદમાં 2 અને આણંદમાં 1 કેસ

By

Published : Jan 4, 2023, 9:04 PM IST

ભારતીય SARS-COV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર XBB.1.5 વેરિયન્ટ્સના કુલ 3 કેસ ગુજરાતમાંથી મળી આવ્યા (3 case of XBB 1 5 variant of Corona in gujarat) છે. INSACOGના રીપોર્ટ અનુસાર ભારતમાંથી XBB.1.5 વેરિયન્ટના કુલ 5 કેસ મળ્યા છે. જેમાં 3 ગુજરાતના છે. એક કર્ણાટક અને એક રાજસ્થાનમાં કેસ નોંધાયા હતા. XBB.1.5 વેરિયન્ટએ ઓમિક્રોન XXB વેરિયન્ટ સાથે નજીકનો સંબધ (Covid XBB 1 5 variant) છે.

3 case of XBB 1 5 variant of Corona in gujarat
3 case of XBB 1 5 variant of Corona in gujarat

અમદાવાદ: ગુજરાતમાં XBB.1.5 વેરિયન્ટના કુલ ત્રણ કેસ મળી આવ્યા (corona omicrone new varient) છે. જેમાં 2 કેસ અમદાવાદમાં અને એક કેસ આણંદમાં નોંધાયા હતા. અમદાવાદમાં જે બે કેસ હતા, તેમાં એક પુરુષ અને એક મહિલા XBB.1.5 વેરિયન્ટ પોઝિટિવ (3 case of XBB 1 5 variant of Corona in gujarat) હતા. તેમજ આણંદમાં એક મહિલા XBB.1.5 વેરિયન્ટ પોઝિટિવ (Covid XBB 1 5 variant) હતી.

બન્ને દર્દી સ્વસ્થ છે:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉકટર ભાવિન સોલંકીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં XBB.1.5 વેરિયન્ટના બે કેસ આવ્યા હતા. જેમાં પુરુષ 62 વર્ષનો હતો અને તે યુએસએથી અમદાવાદના જોધપુરમાં આવ્યો હતો. તે હોમ આઈસોલેશનમાં હતો અને તે હાલ સ્વસ્થ છે. બીજી મહિલા હતી તે બોડકદેવની રહેવાસી હતી અને તે વિદેશી ટ્રાવેલ્સની હિસ્ટ્રી ધરાવે છે. તે મહિલા હોમ આઈસોલેશનમાં સારવાર લઈને સ્વસ્થ થઈ ગઈ છે. જેથી હાલ કોઈ ચિંતાનું કારણ (3 case of XBB 1 5 variant of Corona in gujarat) નથી.

યુએસમાં 44 ટકા કેસ આ વેરિયન્ટ્સના: INSACOGના રીપોર્ટ અનુસાર ભારતમાંથી XBB.1.5 વેરિયન્ટના કુલ 5 કેસ મળ્યા (Covid XBB 1 5 variant) છે. જેમાં 3 ગુજરાતના છે. એક કર્ણાટક અને એક રાજસ્થાનમાં કેસ નોંધાયા હતા. XBB.1.5 વેરિયન્ટએ ઓમિક્રોન XXB વેરિયન્ટ સાથે નજીકનો સંબધ છે. જે Omicron BA.2.10.1 અને BA.2.75 સબ વેરિયન્ટનું રિકોમ્બિનન્ટ છે. આ બન્ને સંયુકત રીતે XXB અને XXB.1.5 યુએસમાં 44 ટકા બનાવે (Covid XBB 1 5 variant) છે.

XBB.1.5 વેરિયન્ટ ખતરનાક:તાજેતરમાં ભારતમાં મળી આવેલ ઓમિક્રોનના XBB.1.5 વેરિયન્ટને ખતરનાક માનવામાં આવે છે. આ વેરિયન્ટ ચિંતાજનક છે અને તે 120 ટકા વધુ ઝડપથી ફેલાય છે. અમેરિકામાં કોરોનાના વધતા કેસ પાછળ આ વેરિયન્ટ જવાબદાર હોવાનું મનાય છે. તેમજ આ વેરિયન્ટની અસરને ધ્યાનમાં લેતા ડૉકટરો આ વેરિયન્ટના દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ કરવાની સલાહ આપે છે.

આ પણ વાંચોગુજરાતમાં 3 અને ભારતમાં કુલ 5 XBB.1.5 વેરિઅન્ટના કેસ મળ્યા: INSACOG

ઓમિક્રોનનું વંશજ છે:XBB.1.5 વેરિયન્ટએ ઓમિક્રોનનું વંશજ છે, અને તે XXB સાથે નજીકનો સંબધ છે તેવું અભ્યાસનું તારણ છે. ગુજરાતમાં આવા ત્રણ કેસ નોંધાતા ચિંતાનો માહોલ સર્જાયો છે. અને આ વેરિયન્ટ્સને કારણે ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે. અને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે ગુજરાતની જનતાને અપીલ કરી છે.

આ પણ વાંચોકોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન BF7 ના લક્ષણોની વાત કરીએ તો

ગુજરાતમાં કોરોનાના 39 કેસ એક્ટિવ:ગઈકાલે મંગળવારે ગુજરાતમાં કોરોનાના કુલ 8 કેસ પોઝિટિવ આવ્યા હતા. હાલ કુલ 39 કેસ એક્ટિવ છે, અને તે તમામ દર્દી સ્ટેબલ છે. ગઈકાલે એટલે કે 3 જાન્યુઆરીએ 5,764 લોકોએ વેક્સિન લીધી હતી. 8 નવા કેસ આવ્યા, તો સામે 5 દર્દીઓ સાજા થયાના અહેવાલો છે.

ABOUT THE AUTHOR

...view details