ગુજરાત

gujarat

મારા શબ્દ લખીને રાખો, 2028 ઑલિમ્પિકમાં ભારત ટોપ-10માં હશે: કિરણ રિજિજૂ

By

Published : Jun 9, 2020, 4:22 AM IST

કિરણ રિજિજુએ મણિકા બત્રા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતાં કહ્યું કે, 2028માં મોટી માત્રામાં મેડલ જીતવાનો લક્ષ્ય છે.

ETV BHARAT
મારા શબ્દ લખીને રાખો, 2028 ઑલિમ્પિકમાં ભારત ટોપ-10માં હશે: કિરણ રિજિજૂ

નવી દિલ્હી: રમત-ગમત પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યું કે, દેશનો લક્ષ્ય 2028 ઑલિમ્પિક રમતમાં ટોપ-10માં આવવાનો છે. જેથી આ માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઑલિમ્પિક રમતમાં ભારતનું પ્રદર્શન સારૂં રહ્યું નથી. મેડલ જીતવાની વાત કરવામાં આવે તો, રિયોમાં આયોજીત થયેલી ગત ઑલિમ્પિકમાં ભારતને માત્ર 2 મેડલ મળ્યા હતા. મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને કુસ્તી ખેલાડી સાક્ષી મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો. એ સમયે ભારત 67માં સ્થાને હતો.

ભારતનું ઑલિમ્પિકમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન લંડન ઑલિમ્પિક-2012માં રહ્યું હતું. તે સમયે ભારતે 6 મેડલ મેળવ્યા હતા. જેમાં 2 બ્રોન્ઝ અને 4 સિલ્વર મેડલ હતા.

આ તમામ આંકડા બાદ પણ રમત-ગમત પ્રધાને કહ્યું કે, ભારતનું લક્ષ્ય 2028માં વિક્રમજનક મેડલ જીતવાનું છે. જૂનિયર ખેલીડીઓ પાસે આશા રાખીને રિજિજૂએ કહ્યું કે, સમગ્ર દેશ 2024 ઑલિમ્પિક રમતમાં દેશની પ્રગતિ જોશે.

રિજિજૂએ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા કહ્યું કે, 2024 મધ્યયુગીન લક્ષ્ય છે, પરંતુ સાચું લક્ષ્ય 2028માં વિક્રમજનક મેડલ જીતવાનું છે. જ્યારે હું રમત-ગમત પ્રધાન બન્યો ત્યારે મારી પાસે વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ અને સંભવિત ઑલિમ્પિક વિજેતા નહોતા. 2024માં અમારી પાસે એક સંભવિત ટીમ હશે જે શક્ય તેટલા મેડલ લાવશે, પરંતુ 2028 માટે મેં મારા મનમાં લક્ષ્ય બનાવી લીધું છે કે, આપણે ટોપ-10માં આવવાનું છે અને આના માટે અમારી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details