ગુજરાત

gujarat

T20 World Cup 2021 : કીવી સામે કારમી હાર, ભારત સેમીફાઈનલમાંથી આઉટ

By

Published : Oct 31, 2021, 7:13 PM IST

Updated : Oct 31, 2021, 10:45 PM IST

IND vs NZ T20 World Cup : ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2021ની (ICC T20 World Cup 2021) બીજી મેચમાં આજે ન્યુઝીલેન્ડ સામે રમાઈ (India vs New Zealand T20 World Cup 2021) હતી છે. જેમાં ભારતે ફરી એક વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. પહેલા બેટિંગ કરતાં ભારતે ન્યૂઝીલેન્ડને 111 રનનો સરળ લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી હતી.

India vs New Zealand T20 World Cup 2021
India vs New Zealand T20 World Cup 2021

  • આજે IND vs NZ T20 World Cup મેચ
  • સતત 18 વર્ષથી ન્યુઝીલેન્ડ ભારતને હરાવવામાં સફળ
  • બન્ને ટીમો પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારી ચૂંકી છે

નવી દિલ્હી :ટી - 20 વિશ્વકપની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આજે પણ ભારતનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. પહેલા બેટિંગ કરવા ઉતરેતી ભારતની ટીમ કીવી ખેલાડીઓ સામે ખાસ કઇં કાઠુ કાઢી શક્યા નહીં પહેલી સાત ઓવરમાં ભારતના ટોપ ઓડરના ખેલાડીઓ કીવી બોલર્સ સામે ફીકા સાબિત થયા. ઇશાન કિશન 4 રનમાં, રાહુલ 18 રનમાં, રોહિત 14 તો કોહલી 17 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જો ન્યૂઝીલેન્ડની બોલિંગની વાત કરવામાં આવે તો બોલ્ટે 3, ઇશ સોઢીએ 2, ટીમ સાઉદી અને એડમ મિલને એક એક વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમે મેચ પોતાના નામે કરી

ભારતના 111 રનના લક્ષ્યાંક પૂરો કરવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે મેદાને ઉતરી ત્યારે 3જી ઓવરમાં ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડી 20 રન બનાવીને માર્ટિન ગુપ્ટિલ પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જો કે ત્યારબાદ કીવી ટીમે સાવધાનીથી રમવાનું શરૂ કર્યું 15મી ઓવરમાં બે વિકેટ ગુમાવાનીને 112 ખડકીને ન્યૂઝીલેન્ડની ટીમે આ મેચ પોતાના નામે કરી હતી.

ભારતનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું

જો ભારતીય ટીમની પ્રદર્શનની વાત કરવામાં આવે તો ટી - 20 વિશ્વકપની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આજે પણ ભારતનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. પહેલા બેટિંગ કરવા ઉતરેતી ભારતની ટીમ કીવી ખેલાડીઓ સામે ખાસ કઇં કાઠુ કાઢી શક્યા નહીં પહેલી સાત ઓવરમાં ભારતના ટોપ ઓડરના ખેલાડીઓ કીવી બોલર્સ સામે ફીકા સાબિત થયા. ઇશાન કિશન 4 રનમાં, રાહુલ 18 રનમાં, રોહિત 14 તો કોહલી 17 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જો ન્યૂઝીલેન્ડની બોલિંગની વાત કરવામાં આવે તો બોલ્ટે 3, ઇશ સોઢીએ 2, ટીમ સાઉદી અને એડમ મિલને એક એક વિકેટ લીધી હતી

બન્ને ટીમો પ્રથમ મેચમાં હારી ગઈ હતી

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ પોતાનો પ્રથમ મેચ હારી ગયા છે. બન્ને ટીમોને પાકિસ્તાને હાર આપી છે. તેથી બન્ને ટીમોની સ્થિતિ સમાન છે. બાબર આઝમની કેપ્ટનશિપવાળી પાકિસ્તાની ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.

ભારતનો રસ્તો સરળ નથી

ન્યુઝીલેન્ડ સામે ભારતનો રસ્તો આસાન ન હતો, કારણ કે આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. 2007માં આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપથી લઈને આ વર્ષે ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી બન્ને ટીમો 7 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડે 6 મેચ જીતી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે હારી છે.

Last Updated : Oct 31, 2021, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details