ગુજરાત

gujarat

ઓલિમ્પિકની તૈયારીનું નિરીક્ષણ કરવા થૉમસ બાક ટોક્યો પહોંચ્યા

By

Published : Nov 15, 2020, 10:39 PM IST

IOCના પ્રમુખ થૉમસ બાક મંગળવારે ટોક્યો ઓલિમ્પિક વિલેજની મુલાકાત લેશે અને ત્યારબાદ ઓલિમ્પિક સ્ટેડિયમની મુલાકાત લેશે.

ઓલિમ્પિકની તૈયારીયોને લઈ થૉમસ બાક ટોક્યો પહોંચ્યા
ઓલિમ્પિકની તૈયારીયોને લઈ થૉમસ બાક ટોક્યો પહોંચ્યા

  • ઓલિમ્પિકની તૈયારીયોને લઈ ચાર દિવસીય પ્રવાસ પર ટોક્યો પહોંચ્યા થૉમસ બાક
  • સોમવારે બાક જાપનના વડા પ્રધાન સુગા સાથે મુલાકાત કરશે
  • ટોક્યો ઓલિમ્પિક વિલેજની તેમજ ઓલિમ્પિક સ્ટેડિયમની મુલાકાત લેશે

ટોક્યોઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ના પ્રમુખ થોમસ બાક ચાર દિવસીય પ્રવાસ પર રવિવારે જાપાન પહોંચ્યા છે. તેઓ આ પ્રવાસ દરમિયાન જાપાનના વડા પ્રધાન સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ટોક્યો ઓલિમ્પિક માટેની તૈયારીઓનો હિસ્સો લેશે.

ટોક્યો ઓલિમ્પિક

ટોક્યો ઓલિમ્પિકના અધ્યક્ષ યોશીરો મોરી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે

ટોક્યો ઓલિમ્પિક 2020ના આયોજન સમિતિએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, બાક સોમવારે બપોરે જાપાનના ઓલિમ્પિક મ્યુઝિયમમાં પૂર્વ વડા પ્રધાન શિંઝો આબેને ઓલિમ્પિકનો ઓર્ડર પહોંચાડશે. સોમવારે બાક હાલના વડા પ્રધાન સુગા સાથે મુલાકાત કરશે. ત્યારબાદ ટોક્યોના રાજ્યપાલ યુરીકો કોઈકેને મળશે. આ ઉપરાંત આયોજક સમિતિના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. બાદમાં તે ટોક્યો ઓલિમ્પિક 2020ના અધ્યક્ષ યોશીરો મોરી સાથે સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે. આઇઓસીના પ્રમુખ થોમસ બાક મંગળવારે બપોરે ટોક્યો ઓલિમ્પિક વિલેજની મુલાકાત લેશે અને ત્યારબાદ ઓલિમ્પિક સ્ટેડિયમની મુલાકાત લેશે.

થૉમસ બાક

કોરોના વાઈરસને કારણે આ વર્ષ ટોક્યો ઓલિમ્પિકને કરાઈ હતી સ્થગિત

ટોક્યો ઓલિમ્પિક રમતોનું આયોજન આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસને કારણે તેને આવતા વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. હવે તેનું આયોજન આગામી વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓથી નિષ્ણાતો એ વાત લઈને ચિંતામાં છે કે શું આ રમતોનું આયોજન કોરોના વેક્સિન વિના થઈ શકશે. જો કે, બાક પહેલાથી જ કહી ચૂક્યો છે કે, તેમને નથી લાગતું કે કોરોના રોગચાળાને કારણે કોઈ પણ દેશ ઓલિમ્પિકમાંથી પીછેહઠ કરશે.

ABOUT THE AUTHOR

...view details