ગુજરાત

gujarat

શરત કમલે જીત્યો ઓમાન ઓપનનો ટાઇટલ 10 વર્ષ બાદ ટાઇટલ જીતવામાં રહ્યો સફળ

By

Published : Mar 16, 2020, 7:57 PM IST

ટોપ ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલે રવિવારે ઓમાન ઓપનના ફાઇનલમાં પુર્તગાલના ટોપ ખેલાડી માર્કોસ ફ્રેટાસને હરાવી ખિતાબ જીત્યો હતો. 37 વર્ષીય કમલે છેલ્લે 2010માં એક આઇટીટીએફ ટાઇટલ જીત્યો હતો.

sharath kamal
શરત કમલ

મસ્કતઃ ટોપ ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે રવિવારે અહીં 2020 આઇટીટીએફ ચેલેન્જર પ્લસ ઓમાન ઓપન પુરુષ સિંગલ્સનો ટાઇટલ જીત્યો હતો. 37 વર્ષીય શરત કમલે છેલ્લે 2010માં એક આઇટીટીએફ ટાઇટલ જીત્યો હતો. ત્યારે તેણે મિસ્ત્ર ઓપન જીત્યો હતો.

આ મેંચ દરમિયાન શરત પેલા તો એક સેટ પાછળ હતો પરંતુ તેમ છતા તેણે પોર્ટુગલના ટોચના ક્રમાંકિત માર્કોસ ફ્રીટાસને 6-11, 11-8, 12-10, 11-9, 3-11, 17-15 થી હરાવ્યો હતો.

શરત કમલે જીત્યો ઓમાન ઓપનનો ટાઇટલ

37 વર્ષીય દિગ્ગજ ખેલાડી શરતે છેલ્લે 2010માં એક આઇટીટીએફ ખીતાબ જીત્યો હતો. ત્યારે તેણે મિસ્ત્ર ઓપન જીત્યો હતો. ત્યારબાદ તેણે બે સેમિફાઇનલ મેંચ (વર્ષ 2011માં મોરોક્કો ઓપન અને વર્ષ 2017માં ઇન્ડિયા ઓપન) રમ્યા હતા. પરંતુ તે ટ્રૉફી જીતવામાં નિષ્ફળ રહ્યોં હતો. આ પહેલા અચંતા શરત કમલે રૂસના કિરીલ કાચકોવને હરાવીને રવિવારે ઓમાન ઓપનના પુરુષ સિંગલ્સમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.સેમીફાઇનલમાં શરતે પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરી હતી અને ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. શરતે સાત સેટના આ સેમીફાઇનલ મેંચમાં કાચકોવને 11-13, 11-13, 13-11, 11-9, 13-11, 8-11, 11-7, થી હરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details