ગુજરાત

gujarat

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

By

Published : Sep 24, 2022, 10:06 AM IST

Etv Bharatછેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

લંડનમાં રમાયેલ રોજર ફેડરર કારકિર્દીની છેલ્લી (Roger Federer last match) મેચ જીતી શક્યો નહોતો. તે અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફો અને જેક સોકને મળ્યો હતો. તેઓ 4-6, 7-6(2), 11-9થી હારી ગયા હતા. છેલ્લી મેચ બાદ ફેડરરની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે રડતો જોવા મળ્યો હતો. મેચ બાદ ફેડરરે ભાવુક વિદાય લીધી (Roger federer retirement) હતી.

લંડનઃ સ્વિત્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 41 વર્ષીય ફેડરરે તેની છેલ્લી મેચ (Roger Federer last match) શુક્રવારે મોડી રાત્રે 23 સપ્ટેમ્બરે રમી હતી. ફેડરરે આ મેચ ડબલ્સમાં રમી હતી. આમાં તેનો પાર્ટનર સ્પેનિશ ટેનિસસ્ટાર રાફેલ નડાલ હતો. લંડનમાં રમાયેલ રોજર ફેડરર કારકિર્દીની છેલ્લી મેચ જીતી શક્યો નહોતો. તે અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફો અને જેક સોકને મળ્યો હતો, જેમાં તેઓ 4-6, 7-6(2), 11-9થી હારી ગયા હતા. મેચ બાદ ફેડરરે ભાવુક વિદાય લીધી (Roger federer retirement) હતી.

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

ટેનિસને અલવિદા: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, છેલ્લી મેચ બાદ ફેડરરની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે રડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન નડાલ સિવાય સર્બિયાનો સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ પણ તેની સાથે જોવા મળ્યો હતો. આ સાથે ઘણા સ્ટાર ખેલાડીઓ પણ હાજર હતા. ફેડરરે બધાને ગળે લગાવીને ટેનિસને અલવિદા કહ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક શાનદાર દિવસ રહ્યો છે. હું દુઃખી નથી ખુશ છું. અહીં આવીને ખૂબ જ સારું લાગે છે અને મને છેલ્લી વખત આ બધુ કરવાનો (મેચ રમવાનો) આનંદ આવ્યો. ખૂબ જ રમુજી, બધી મેચો, ચાહકો, કુટુંબીજનો, મિત્રો સાથે, મને વધુ તણાવ અનુભવાયો ન હતો. ખુશી છે કે, હું આજે પણ મેચ રમી શક્યો છું. જો હું રમી શક્યો ન હોત, તો હું ખુશ રહી શક્યો નહોત.

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ:આ દરમિયાન રાફેલ નડાલ સહિત અન્ય ખેલાડીઓ પણ ભાવુક દેખાયા હતા. રોજર ફેડરર મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના મામલે ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. જ્યારે આ મામલામાં રાફેલ નડાલ ટોપ પર છે, જેણે સૌથી વધુ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ પુરુષ: રોજર ફેડરરે 28 જાન્યુઆરી 2018 ના રોજ ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. ત્યાર બાદ તેમણે ટાઇટલ મેચમાં ક્રોએશિયાના મારિન સિલિચને હરાવ્યો હતો. તે સમયે તે 20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યો હતો. જોકે આ વર્ષના અંતે રાફેલ નડાલે તેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તે ટાઇટલ પછી, ફેડરર પર ઉંમરની અસર સ્પષ્ટપણે દેખાવા લાગી અને તેના ફોર્મમાં ઘટાડો થયો હતો. ઈજાના કારણે ફેડરર આ વર્ષે એક પણ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લઈ શક્યો નથી. ફેડરરે છેલ્લી વખત 2021 ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતો.

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

નિવૃત્તિની જાહેરાત: ફેડરરે આ મહિને 15 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે, 41 વર્ષની ઉંમરે તેને લાગે છે કે, તેને છોડવાનો સમય આવી ગયો છે. ફેડરે લખ્યું કે, હું 41 વર્ષનો છું. મેં 24 વર્ષમાં 1500થી વધુ મેચ રમી છે. ટેનિસે મારી સાથે પહેલા કરતાં વધુ ઉદારતાપૂર્વક વ્યવહાર કર્યો છે અને હવે મારે ઓળખવું પડશે કે, આ મારી સ્પર્ધાત્મક કારકિર્દીનો અંત ક્યારે છે.

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

મેન્સ સિંગલ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ:

છેલ્લી મેચ દરમિયાન રોજર ફેડરરની આંખોમાં આવ્યા આંસુ

1. રાફેલ નડાલ (સ્પેન) 22 (ઓસ્ટ્રેલિયન 2, ફ્રેન્ચ 14, વિમ્બલ્ડન 2, યુએસ 4)

2. નોવાક જોકોવિક (સર્બિયા) 21 (ઓસ્ટ્રેલિયન 9, ફ્રેન્ચ 2, વિમ્બલ્ડન 7, યુએસ 3)

3. રોજર ફેડરર (સ્વિટ્ઝરલેન્ડ) 20 (ઓસ્ટ્રેલિયન 6, ફ્રેન્ચ 1, વિમ્બલ્ડન 8, યુએસ 5)

4. પીટ સૈમ્પ્રાસ (યુએસએ) 14 (ઓસ્ટ્રેલિયન 2, ફ્રેન્ચ 0, વિમ્બલ્ડન 7, યુએસ 5)

ABOUT THE AUTHOR

...view details