Forbes List 2020: રોનાલ્ડો-મેસ્સીને પછાડી ફેડરર બન્યો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી

author img

By

Published : May 30, 2020, 12:20 PM IST

સૌથી વધુ કમાણી કરનારા રમતવીરો

ફોર્બ્સે વર્ષના સૌથી વધુ કમાણી કરનારા રમતવીરોની યાદી જાહેર કરી છે. જેમાં રોજર ફેડરર પુરૂષ ખેલાડીઓમાં સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી બન્યો છે.

હૈદરાબાદ: વિશ્વના પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ફોર્બ્સની યાદીમાં નંબર -1 સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધનિક ખેલાડીઓની યાદીમાં તેને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

Ronaldo in Forbes
મેસ્સી વિશ્વનો સૌથી પ્રખ્યાત ફૂટબોલર છે

ફેડરરે લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધો છે. મેસ્સી વિશ્વનો સૌથી પ્રખ્યાત ફૂટબોલર છે, અને સૌથી ધનિક ખેલાડી છે. સ્વિસ ખેલાડી ફેડરર આ યાદીમાં ટોચ પર રહેનારો વિશ્વનો પહેલો ટેનિસ ખેલાડી બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જાહેર થયેલા વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં રોજર ફેડરરે મેસ્સીને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની યાદી મુજબ ફેડરર વિશ્વનો સૌથી વધુ કમાણી કરનારો રમતવીર બની ગયો છે. 20 ગ્રાન્ડ સ્લેમ જીતનારા ફેડરરે છેલ્લા એક વર્ષમાં 8 અબજ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 7.94 અબજ અને મેસ્સીએ 7.86 અબજની કમાણી કરી છે. આ સિવાય નેયામારે 7.22 અબજ અને અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સે 6.66 અબજ રૂપિયાની કમાણી કરી છે.

આ ઉપરાંત ટેનિસ ખેલાડી નઓમી ઓસાકાએ અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને પછાડી મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓસાકાએ એક વર્ષમાં 2.82 અબજ રૂપિયા અને સેરેનાએ 2.72 અબજ રૂપિયાની કમાણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.