ગુજરાત

gujarat

Lionel Messi Huge Record: રોનાલ્ડોના રેકોર્ડને વટાવી મેસ્સી બન્યો સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર

By

Published : Feb 2, 2023, 4:41 PM IST

Lionel Messi Breaks Record of Cristiano Ronaldo: પીએસજીએ મોન્ટપેલિયર સામે 3-1થી જીત મેળવી હતી. આ મેચમાં મેસ્સીએ એક ગોલ કર્યો હતો. ટોચની 5 યુરોપિયન લીગમાં લિયોનેલ મેસ્સીનો આ 697મો ગોલ હતો. PSG win Over Montpellier

Lionel Messi Breaks THIS Huge Record of Cristiano Ronaldo in PSG win Over Montpellier
Lionel Messi Breaks THIS Huge Record of Cristiano Ronaldo in PSG win Over Montpellier

નવી દિલ્હી:PSGએ મોન્ટપેલિયર સામે શાનદાર જીત નોંધાવી. આ જીતમાં મેસ્સીએ એક ગોલનું યોગદાન આપ્યું હતું. આ ગોલ સાથે તેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ તોડી નાખ્યો. મેસ્સી એક ગોલ કરતાની સાથે જ 697 ગોલ કરીને રોનાલ્ડો કરતા આગળ નીકળી ગયો હતો. તેણે 833 મેચમાં આ ગોલ કર્યા છે. તે જ સમયે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 919 મેચમાં 696 ગોલ કર્યા છે. મેસ્સીએ પોર્ટુગલના સ્ટાર કરતા 84 ઓછી મેચોમાં આ ગોલ કર્યા છે.

કાયલિયન એમબાપ્પે ઈજાગ્રસ્ત થતા પહેલા બે વખત પેનલ્ટી ચૂકી ગયો હતો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ 72મી મિનિટે PSG માટે બીજો ગોલ કર્યો હતો. તેની પહેલા, ફેબિયન રુઇઝે 55મી મિનિટે ટીમનું ખાતું ખોલાવ્યું હતું, જ્યારે વોરેન ઝાયર એમરીએ છેલ્લી ક્ષણોમાં (90+2 મિનિટ) ગોલ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. દરમિયાન, 89મી મિનિટે, અર્નાઉડ નોર્ડિને મોન્ટપેલિયર માટે ગોલ કરીને હારનું માર્જિન ઘટાડી દીધું હતું.

Hockey World Cup today: આજે હોકી ફાઈનલ માટેની રેસ થશે શરુ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડને વટાવીને ટોચની 5 યુરોપિયન લીગમાં મેસ્સીનો આ 697મો ગોલ હતો. 16 વર્ષીય જેયર એમરીએ પીએસજી માટે પ્રથમ ગોલ કર્યો હતો. પીએસજીનો સૌથી યુવા સ્કોરર બન્યા બાદ જેયર એમરીએ કહ્યું, 'ફર્સ્ટ ડિવિઝનમાં આ મારો પહેલો ગોલ છે, તેથી હું ખૂબ જ ખુશ છું. ડિફેન્ડિંગ ચેમ્પિયન પીએસજી માર્સેલી કરતાં પાંચ પોઈન્ટ આગળ છે, જેણે નેન્ટેસમાં 2-0થી જીત મેળવી હતી. PSG આ મહિને 14 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ લીગમાં તેના રાઉન્ડ-ઓફ-16 મુકાબલાના પ્રથમ ચરણમાં બેયર્ન મ્યુનિક સામે ટકરાશે. પીએસજીને આ મેચમાં મેસ્સી પાસેથી ઘણી આશાઓ હશે.

Hardik pandya t20 record : ગુજરાતનો લાલ એવા પ્રથમ ભારતીય ખેલાડી બન્યો આ ક્રિકેટર

ફીફા ફાયનલ પછી શાહરૂખે મેસ્સીનો માન્યો આભાર:શાહરૂખ ખાને પોતાના ટ્વીટથી તેમના ચાહકોની આંખો ભીની કરી દીધી છે. શાહરૂખે આ ટ્વીટ સાથે પોતાનું યાદગાર બાળપણ પણ યાદ કર્યું છે. કિંગ ખાને લખ્યું, 'અમે અત્યાર સુધીની સૌથી શાનદાર વર્લ્ડ કપ ફાઈનલમાંથી એકના સમયમાં જીવી રહ્યા છીએ. મને યાદ છે કે, મારી માતા સાથે એક નાનકડા ટીવી પર વર્લ્ડ કપ જોયું હતું. હજુ પણ મારા બાળકો સાથે એ જ ઉત્તેજના. અને અમને બધાને પ્રતિભા, મહેનત અને સપનામાં વિશ્વાસ અપાવવા બદલ મેસ્સીનો આભાર.'

ABOUT THE AUTHOR

...view details