ગુજરાત

gujarat

Lionel Messi : લિયોનેલ મેસ્સીનો આજે 36મો જન્મદિવસ, ચાહકો આ રીતે આપી રહ્યા છે શુભેચ્છાઓ

By

Published : Jun 24, 2023, 11:25 AM IST

આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી આજે શનિવારે 36 વર્ષનો થઈ ગયો છે. તેના ચાહકો મેસ્સીને તેના જન્મદિવસના ખાસ અવસર પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફૂટબોલ ચાહકો મેસ્સીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તેને તેના જન્મદિવસ પર અલગ અલગ રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Etv BharatLionel Messi
Etv BharatLionel Messi

નવી દિલ્હીઃ ફૂટબોલની દુનિયામાં પ્રખ્યાત અને આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસ્સી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. લિયોનેલ મેસ્સી આજે 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મેસ્સીના જન્મદિવસ પહેલા જ ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર અગાઉથી શુભેચ્છા પાઠવી છે. મેસ્સીના ચાહકોએ તેમના મનપસંદ ફૂટબોલરને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવાની રાહ ન જોઈ અને ઈન્ટરનેટ પર મેસ્સીનો ફોટો શેર કરીને તેને આ ખાસ અવસર પર અભિનંદન સંદેશ લખ્યા. આર્જેન્ટિનાની ટીમનો કેપ્ટન લિયોનેલ મેસ્સી જે ફેમસ ફૂટબોલરોમાંથી એક છે તે ટૂંક સમયમાં અમેરિકામાં ફૂટબોલ રમતો જોવા મળશે.

ઇન્ટર મિયામી ટીમ સાથે જોડાયો:અનુભવી ફૂટબોલર લિયોનેલ મેસ્સી અમેરિકાની ફૂટબોલ લીગ મેજર લીગ સોકરની ઇન્ટર મિયામી ટીમ સાથે જોડાયો છે. આ માહિતી ખુદ મેસ્સીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં આપી હતી અને ત્યારથી મેસ્સીના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે ઈન્ટર મિયામી ટીમ માટે ડેબ્યૂ કરશે. પરંતુ આ પહેલા ફૂટબોલ ક્લબ દ્વારા કહેવામાં આવ્યું છે કે મેસ્સી 21 જુલાઈના રોજ ડોમેસ્ટિક મેચમાં રમતા જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે મેસ્સીનો ફ્રાન્સની પેરિસ સેન્ટ જર્મન ફૂટબોલ ક્લબ સાથેનો કરાર 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. મેસીએ પેરિસ સેન્ટ-જર્મન માટે તેની છેલ્લી મેચ 3 જૂનના રોજ ક્લેર્મોન્ટ ફૂટબોલ ક્લબ સામે રમી હતી. આ મેચમાં પીએસજીને 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આ મેચ ફ્રેન્ચ લીગ વનમાં પીએસજીની છેલ્લી મેચ પણ હતી.

ફેન્સ ટ્વિટ કરીને મેસ્સીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે:સોશિયલ મીડિયા પર વર્લ્ડ ચેમ્પિયન લિયોનેલ મેસીને જન્મદિવસની શુભેચ્છાઓ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફેન્સ સતત ટ્વિટ કરીને મેસ્સીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફિફા વર્લ્ડ કપ 2022 ફૂટબોલ ટૂર્નામેન્ટમાં લિયોનેલ મેસીની કપ્તાનીમાં આર્જેન્ટિનાની ટીમે 36 વર્ષથી ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવ્યો અને 2022માં આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ ટ્રોફી જીતી. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં મેસ્સીએ ફરી એકવાર ગોલ્ડન બોલ જીત્યો. આ પહેલા મેસ્સીએ વર્ષ 2014માં ગોલ્ડન બોલ જીત્યો હતો.

આ પણ વાંચો:

  1. IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઘણા ચોંકાવનારા નામ સામે આવ્યા
  2. Fastest century in ODIs : આ છે વનડેના સૌથી ઝડપી સદી શતકવીર, જાણો કયા નંબર પર છે કોહલી

ABOUT THE AUTHOR

...view details