ગુજરાત

gujarat

IOCના અધ્યક્ષે આપ્યું મહત્ત્વનું નિવેદન, કહ્યું- ભારત વર્ષ 2036, 2040ના Olympicsને હોસ્ટ કરવા ખૂબ જ ઉત્સુક છે

By

Published : Aug 25, 2021, 11:36 AM IST

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના અધ્યક્ષ થોમસ બાકે મંગળવારે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ વર્ષ 2036 અને 2040માં થનારી ઓલિમ્પિક ગેમ્સના આયોજનની મેજબાની કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

IOCના અધ્યક્ષે આપ્યું મહત્ત્વનું નિવેદન, કહ્યું- ભારત વર્ષ 2036, 2040ના Olympicsને હોસ્ટ કરવા ખૂબ જ ઉત્સુક છે
IOCના અધ્યક્ષે આપ્યું મહત્ત્વનું નિવેદન, કહ્યું- ભારત વર્ષ 2036, 2040ના Olympicsને હોસ્ટ કરવા ખૂબ જ ઉત્સુક છે

  • વર્ષ 2036ની ઓલિમ્પિક રમતની મેજબાની ભારત કરશે
  • આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના અધ્યક્ષ થોમસ બાકે (Thomas Bach) કરી જાહેરાત
  • ભારત વર્ષ 2036 અને 2040ના ઓલિમ્પિકની (Olympics) મેજબાની કરવા ઉસ્તુક છેઃ IOC

ન્યૂઝ ડેસ્કઃ ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક રમત પહેલા જ ભારતે ઓલિમ્પિક ગેમ્સની મેજબાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના અધ્યક્ષ થોમસ બાકે મંગળવારે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ વર્ષ 2036 અને 2040માં થનારી ઓલિમ્પિક ગેમ્સના આયોજનની મેજબાની કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. IOCએ હાલમાં જ જાહેરાત કરી છે કે, બ્રિસબન વર્ષ 2032 ઓલિમ્પિકની મેજબાની કરશે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થતા પાકિસ્તાન-અફઘાનિસ્તાનની ODI Series રદ

ઓલિમ્પિકની મેજબાની કરવા માટે અનેક દેશ લાઈનમાં

એક સમાચાર એજન્સી મુજબ, ગયા મહિને વર્ષ 2032 રમતોની મેજબાની માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનની પસંદગી થયા છતાં IOC પાસે 2036, 2040 અને ત્યારબાદ થનારી ઓલિમ્પિક રમતોની મેજબાનીના ઈચ્છુક દેશોની કતાર છે. મળતી માહિતી અનુસાર, મેજબાની કરવા ઈચ્છુક દેશોમાં ઈન્ડોનેશિયા, ભારત, જર્મની અને કતર સામેલ છે.

આ પણ વાંચો-ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાને આપી શુભેચ્છા

ઓલિમ્પિકના ખર્ચા અંગે ચર્ચા ચાલી રહી છે તેવા સમયે IOCના અધ્યક્ષનું નિવેદન

IOCના અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, ફક્ત તે નામ છે, જે મારા દિમાગમાં આવી રહ્યું છે. આ માટે અમે ઘણી સારી દિર્ઘકાલિન સ્થિતિમાં છીએ. બાકની આ ટિપ્પણી આવા સમયે આવી રહી છે. જ્યારે લાખો ડોલરના વધતા ખર્ચાના કારણે રમતોનું આયોજનને લઈને ચર્ચા ચાલી રહી છે. અત્યારે સંપન્ન ટોક્યો રમત દરમિયાન પણ ઓલિમ્પિકની મેજબાની માટે ખર્ચવામાં આવેલી રકમ અંગે વિરોધ થયો હતો.

IOAના મહાચસિવે ઓલિમ્પિકની મેજબાની કરવા ઉત્સુકતા દર્શાવી

ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના મહાસચિવ રાજીવ મહેતાએ સોમવારે ખેલોના મહાકુંભની મેજબાની કરવામાં ઉત્સુકતા દર્શાવી છે. તેમણે જણાવ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)થી પહેલા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી IOA આયોગની બેઠકમાં IOAએ વર્ષ 2036 અને ત્યારબાદ થનારી ઓલિમ્પિકની મેજબાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભારતે વર્ષ 2032માં ઓલિમ્પિકની મેજબાની કરવાની ઈચ્છા દર્શાવી હતી

આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ વર્ષે માર્ચમાં કહ્યું હતું કે, આ સ્વતંત્રતાના 100 વર્ષના પ્રસંગ પર 2048 રમતોની સફળ બોલી માટે શક્ય તમામ પ્રયાસ કરીશું અને પાયાના ઢાંચામાં સુધારો કરીશું. ઉલ્લેખનીય છે કે, ભારેત વર્ષ 2032 ઓલિમ્પિકની મેજબાની કરવાની ઈચ્છા દર્શાવી હતી. ભારત સિવાય 2030 એશિયાઈ રમતો અને 2026 યુવા ઓલિમ્પિક રમતોની મેજબાની કરવા ઉત્સુક હતો. એશિયાઈ રમત 2030 અને 2034ની મેજબાની ડિસેમ્બરમાં ક્રમશઃ કતર અને રિયાદમાં કરાશે.

ABOUT THE AUTHOR

...view details