ગુજરાત

gujarat

ટોક્યોના આગામી સત્રને ઓનલાઇન કરવાની યોજના બનાવી રહ્યું છે IOC

By

Published : May 8, 2020, 12:41 AM IST

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ 2020 રમતોની શરૂઆત પહેલા ટોક્યોમાં આગામી સીઝનના સત્રને 17 જુલાઇએ ઑનલાઇન બનાવવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. સત્રનું આયોજન વીડિઓ લિંક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ગદમ
ગદમ

લુસાને: આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓલિમ્પિક રમતો મુલતવી રાખવા અને કોરોના વાઇરસ રોગચાળાના પ્રસારને રોકવા માટે સ્વિટ્ઝરલેન્ડ અને વિશ્વભરમાં લેવામાં આવતા પગલાઓને કારણે આઇઓસી ઑનલાઇન યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, "આઈઓસીના એક્ઝિક્યુટિવ બોર્ડ (ઇબી) સુરક્ષિત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા 17 મી જુલાઈએ સત્રને ઑનલાઇન યોજવાની ચર્ચા કરશે અને એવી યોજના છે કે, તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે."

કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં 2.5 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. ટોક્યો ઓલિમ્પિક રમતો આગામી વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાશે. તે જ સમયે, જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ કહ્યું છે કે, જો કોરોના વાઇરસને કારણે ઉદભવેલી સ્થિતિ યોગ્ય નહીં હોય તો, આવતા વર્ષે ઓલિમ્પિક રમતોનું આયોજન કરવું મુશ્કેલ બનશે.

ABOUT THE AUTHOR

...view details